મુંબઈ સ્થિત લક્ષ્મી ડેન્ટલ લિમિટેડ આઈપીઓ (Laxmi Dental Limited IPO) ના શેર આજે બંને સ્ટોક એક્સચેન્જ - નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ થયા છે. આજે આ બંને સ્ટોક એક્સચેન્જ પર લક્ષ્મી ડેન્ટલના શેર ઇશ્યૂ કિંમત કરતાં પ્રીમિયમ ભાવે ટ્રેડ થયા. કંપનીએ આ IPO માટે ઇશ્યૂ કિંમત ₹428 પ્રતિ શેર નક્કી કરી હતી. આ રીતે, પહેલા જ દિવસે, જે રોકાણકારોને આ IPO નું એલોટમેન્ટ મળ્યું છે, તેમણે આ લિસ્ટિંગમાંથી સારો નફો મેળવ્યો છે. લિસ્ટિંગ પહેલાં, કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 46.56% હતો, જે હવે ઘટીને 41.7% થઈ ગયો છે.