Hyundai Motor IPO: હ્યુન્ડાઈ મોટરના ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.
Hyundai Motor IPO: હ્યુન્ડાઈ મોટરના ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, Hyundai Motor Indiaનો $3 બિલિયનનો મેગા IPO 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલે તેવી શક્યતા છે. જો કે, ભૌગોલિક રાજકીય તણાવને કારણે, તે પણ બદલી શકાય છે. હ્યુન્ડાઈ મોટર્સનો ₹25,000 કરોડનો આઈપીઓ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, Hyundai IPO માટે 14 થી 16 ઓક્ટોબરની સમયમર્યાદા પર વિચાર કરી રહી છે.
કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત હજુ બાકી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના આઈપીઓ પેપર્સને મંજૂરી આપી દીધી છે. કંપની 142,194,700 ઇક્વિટી શેરનો IPO લાવવાની યોજના બનાવી રહી છે. હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓનું સંભવિત મૂલ્ય આશરે ₹25,000 કરોડ (આશરે 3 અરબ ડૉલર) હોઈ શકે છે.
બજારનું ટેશન વધ્યુ
સૂત્રોનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં તાજેતરમાં વધેલા તણાવને કારણે બજારની સ્થિતિને જોતા IPOની શરૂઆતની તારીખમાં ફેરફારની શક્યતા છે. 3 ઓક્ટોબરના રોજ, મધ્ય પૂર્વમાં બગડતી પરિસ્થિતિએ રોકાણકારોને ડરાવ્યા હતા. ગુરુવારે ભારતીય બજારો ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓઈલ-ગેસ, એનર્જી, પીએસઈ શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.
31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે હ્યુન્ડાઈ મોટરની કામગીરીની આવક ₹32,488.34 કરોડ હતી. હ્યુન્ડાઈ મોટરનો નફો ₹4,382.87 કરોડ હતો, જેમાં નફાનું માર્જિન 13.5 ટકા હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ નાણાકીય વર્ષ 2024 માં પેસેન્જર વેચાણ વોલ્યુમની દ્રષ્ટિએ મારુતિ સુઝુકી પછી ભારતની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હતી.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.