IBL Finance IPO Listing: લોન એપ્લિકેશન આઈબીએલ ફાઇનાન્સના શેર આજે NSE ના SME પ્લેટફૉર્મ પર એન્ટ્રી થઈ છે. રિટેલ રોકાણકારોના આધાર પર આ આઈપીઓ ઓવરઑલ 17 ગણો સબ્સક્રાઈબ થયો હતો. આઈપીઓના હેઠળ 51 રૂપિયાના ભાવ પર શરે રજૂ થયા છે. આજે NSE SME પર તેના 56 રૂપિયાના ભાવ પર એન્ટ્રી કરી છે એટલે કે આઈપીઓ રોકાણકારને 9.80 ટકાનું લિસ્ટિંગ ગેન મળ્યો છે. લિસ્ટિંગ બાદ પણ તેજી અટકી નથી. તે વધીને 58.80 રૂપિયાના અપર સર્કિટ પર પહોંચી ગઈ એટલે કે આઈપીઓ રોકાણકાર હવે 15.29 ટકા નફામાં છે.