Indogulf Cropsciences IPO: રોકાણ કરવું કે નહીં? ગ્રે માર્કેટ અને એક્સપર્ટનો શું છે મત?
Indogulf Cropsciences IPO: કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ અને ગ્રોથ પોટેન્શિયલને જોતાં, એક્સપર્ટ્સ આ IPOમાં લોંગ ટર્મ માટે રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. જોકે, કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ લેવી અને સંપૂર્ણ રિસર્ચ કરવું હિતાવહ છે.
1993માં સ્થપાયેલી Indogulf Cropsciences ખેતી સાથે સંબંધિત કેમિકલ્સ, પ્લાન્ટ ન્યુટ્રિઅન્ટ્સ અને બાયોલોજિકલ્સનું પ્રોડક્શન કરે છે.
Indogulf Cropsciences IPO: ખેતી સાથે જોડાયેલા કેમિકલ્સ બનાવતી કંપની Indogulf Cropsciencesનો 200 કરોડનો IPO આજે સબ્સક્રિપ્શન માટે ખૂલી ગયો છે. જો તમે આ IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ કંપનીની બિઝનેસ હેલ્થ, IPOની ડિટેલ્સ અને એક્સપર્ટ્સનો શું છે આ અંગેનો અભિપ્રાય.
Indogulf Cropsciencesએ IPO ખુલતા પહેલા જ 5 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 58.20 કરોડ એકઠા કરી લીધા છે. જોકે, શરૂઆતમાં (આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે) IPO માત્ર 6% જ સબ્સક્રાઈબ થયો છે.
Indogulf Cropsciences IPOની મુખ્ય વિગતો
--કિંમત: 105-11 પ્રતિ શેર
--લોટ સાઈઝ: 135 શેર
--IPO ખુલવાની તારીખ: 26 જૂન
--IPO બંધ થવાની તારીખ: 30 જૂન
--ઈશ્યુ સાઈઝ: 200.00 કરોડ
--રિઝર્વેશન: 50% QIBs, 15% NIIs, 35% રિટેલ ઈન્વેસ્ટર્સ માટે
--શેર એલોટમેન્ટ: 1 જુલાઈ
--લિસ્ટિંગ તારીખ: 3 જુલાઈ (BSE અને NSE પર)
આ IPO માં 160.00 કરોડના નવા શેર ઈશ્યુ થશે, જ્યારે 36,03,603 શેર ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચવામાં આવશે. નવા શેર દ્વારા મળેલા ફંડનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરિયાતો, દેવું ચૂકવવા અને હરિયાણાના સોનીપત જિલ્લામાં નવા DF પ્લાન્ટના સેટઅપ માટે કરવામાં આવશે.
Indogulf Cropsciences વિશે જાણો
1993માં સ્થપાયેલી Indogulf Cropsciences ખેતી સાથે સંબંધિત કેમિકલ્સ, પ્લાન્ટ ન્યુટ્રિઅન્ટ્સ અને બાયોલોજિકલ્સનું પ્રોડક્શન કરે છે. આ કંપની 97% શુદ્ધતા સાથે Pyrazosulfuron Ethyl Technical બનાવનારી દેશની પ્રથમ સ્વદેશી કંપનીઓમાંની એક છે.
કંપનીની 4 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે: બે જમ્મુ અને કાશ્મીરના સાંબામાં અને બે હરિયાણામાં. તેમનું સેલ્સ નેટવર્ક ભારતના 22 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલું છે, જેમાં 169 બિઝનેસ પાર્ટનર્સ અને 5,772 ડિસ્ટ્રીબ્યુટર્સ સામેલ છે. આ ઉપરાંત, કંપની 34 દેશોમાં 129 ઇન્ટરનેશનલ પાર્ટનર્સ પણ ધરાવે છે.
કંપનીની નાણાકીય સ્થિતિ
--નાણાકીય વર્ષ 2022: 26.36 કરોડનો શુદ્ધ નફો
--નાણાકીય વર્ષ 2023: 9.99 કરોડનો શુદ્ધ નફો (ઘટાડો)
--નાણાકીય વર્ષ 2024: 28.23 કરોડનો શુદ્ધ નફો (વધારો)
--રેવન્યુ (FY24): વાર્ષિક 6% થી વધુ CAGR થી વધીને 555.79 કરોડ
--તાજેતરના નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-ડિસેમ્બર 2024) માં, કંપનીએ 21.68 કરોડનો શુદ્ધ નફો અને 466.31 કરોડનો રેવન્યુ નોંધાવ્યો છે.
રોકાણ કરવું કે નહીં?
બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી નું માનવું છે કે Indogulf Cropsciencesની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, R&D પર ફોકસ, મજબૂત ડિસ્ટ્રીબ્યુશન અને સેલ્સ નેટવર્ક, તેમજ ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ પોર્ટફોલિયોને કારણે લોંગ ટર્મમાં કંપનીની ગ્રોથ સારી દેખાઈ રહી છે.
જોકે, આ ઈન્ડસ્ટ્રી સાયક્લિકલ છે અને સરકારી નીતિઓ પર વધુ નિર્ભર છે. ગ્રાહકોની પસંદગી ઓર્ગેનિક પ્રોડક્શન્સ તરફ શિફ્ટ થઈ રહી છે, અને આ ઈશ્યુ ફુલ્લી-પ્રાઈઝ્ડ હોવા છતાં, બ્રોકરેજ ફર્મે તેને 'સબ્સક્રાઈબ' રેટિંગ આપ્યું છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલમાં Indogulf Cropsciencesના શેર IPOના અપર પ્રાઈઝ બેન્ડથી 11 (લગભગ 10%)ના GMP પર ટ્રેડ થઈ રહ્યા છે. જોકે, માર્કેટ એક્સપર્ટ્સ હંમેશા સલાહ આપે છે કે ગ્રે માર્કેટના સંકેતોને બદલે કંપનીના ફંડામેન્ટલ્સ અને ફાઈનાન્સિયલના આધારે જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.