Northern Arc Capital IPO Listing: રિટેલ લોન વિતરણ કંપની નોર્ધન આર્ક કેપિટલના શેર લગભગ 34 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. શેર બીએસઈ પર 351 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયો. નોર્ધન આર્ક કેપિટલના IPOને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રે માર્કેટમાં IPOની જબરદસ્ત માંગ જોવા મળી હતી. આ IPO અનલિસ્ટેડ માર્કેટમાં 168 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એવી અપેક્ષા હતી કે નોર્ધન આર્ક કેપિટલના શેર પ્રીમિયમ પર લિસ્ટ થશે.