NTPC ગ્રીનનો IPO હજુ ચાલુ છે અને કંપનીએ એક મોટી ડીલ સાઈન કરી છે. કંપનીએ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ આંધ્રપ્રદેશ (NREDCAP) સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા છે. આ સંયુક્ત સાહસ આંધ્ર પ્રદેશમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા માટે રુપિયા 1.87 લાખ કરોડનું રોકાણ કરવા માટે રચવામાં આવશે. સચિવાલય ખાતે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, ઉર્જા મંત્રી ગોટીપતિ રવિ કુમાર અને અન્યોની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલ કરાર 1.06 લાખ લોકોને રોજગારીનું સર્જન કરશે અને 25 વર્ષમાં રાજ્યને રુપિયા 20,620 કરોડનો નાણાકીય લાભ આપશે.