Rapido public listing: ભારતની મોટી બાઇક ટેક્સી કંપની રેપિડો શેરબજારમાં લિસ્ટ થવાની યોજના બનાવી રહી છે. કંપનીના કો-ફાઉન્ડર અરવિંદ સાંકા વતી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આગામી વર્ષે 2026ના અંત સુધીમાં આઇપીઓ (IPO) માટે કામ શરૂ કરવાની અપેક્ષા છે. તેઓ કહે છે કે, લિસ્ટિંગ પહેલાં કંપની પોતાની સૌથી નજીકની રાઇવલ કંપની કરતાં વધુ મોટી બનવા માંગે છે.



