જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલન થયું છે. એક અધિકારીએ કહ્યું છે કે આ વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે તેના સત્તાવાર X હેન્ડલ પર માહિતી આપી છે કે, આ ભૂસ્ખલન ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે થયું છે અને ઘણા લોકો ઘાયલ થવાની સંભાવના છે. માહિતી અનુસાર, આ અકસ્માત પછી વૈષ્ણો દેવી યાત્રા રોકી દેવામાં આવી છે.
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે તેના ટ્વિટમાં જણાવ્યું હતું કે- "અર્ધકુંવારીમાં સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું છે, કેટલાક લોકો ઘાયલ થવાની આશંકા છે. જરૂરી માનવશક્તિ અને મશીનરી સાથે બચાવ કાર્ય ચાલુ છે. જય માતા દી." 6 મુસાફરો ગંભીર રીતે ઘાયલ અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, માતા વૈષ્ણો દેવી માર્ગ પર અર્ધકુવારીમાં ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું ત્યારે ઘટનાસ્થળે 12 થી 15 મુસાફરો હતા. જેમાંથી 6 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
6 મુસાફરો ગંભીર રીતે ઘાયલ
અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, માતા વૈષ્ણોદેવી માર્ગ પર અર્ધકુવારીમાં ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું ત્યારે ઘટનાસ્થળે 12 થી 15 મુસાફરો હાજર હતા. જેમાંથી 6 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.