મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં મોટો ઝટકો, પાંચ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
છેલ્લા પાંચ વર્ષમાં આ સૌથી મોટો માસિક ઘટાડો છે. માર્ચ 2020 માં કોવિડ-19 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીએ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો, જ્યારે AUM માં ₹5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. તે સમયે બજાર ખૂબ જ ઘટી ગયું હતું, નિફ્ટી 50 માત્ર એક મહિનામાં 23.3% ઘટ્યો હતો.
મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો: પાંચ વર્ષમાં સૌથી મોટો ઘટાડો, AUM ₹2.72 લાખ કરોડ ઘટ્યો.
ભારતીય શેરબજારમાં સતત ઘટાડા અને મ્યુચ્યુઅલ ફંડમાં ઘટી રહેલા રોકાણને કારણે, ફેબ્રુઆરી 2025 માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ સંપત્તિ અંડર મેનેજમેન્ટ (AUM) ₹2.72 લાખ કરોડ ઘટીને ₹64.53 લાખ કરોડ થઈ ગઈ. છેલ્લા પાંચ વર્ષમાં આ સૌથી મોટો માસિક ઘટાડો છે. માર્ચ 2020 માં કોવિડ-19 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીએ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો, જ્યારે AUM માં ₹5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. તે સમયે બજાર ખૂબ જ ઘટી ગયું હતું, નિફ્ટી 50 માત્ર એક મહિનામાં 23.3% ઘટ્યો હતો.
Index Fund Corner
Scheme Name
1-Year Return
Invest Now
Fund Category
Expense Ratio
Axis Nifty 50 Index Fund
+32.80%
Invest Now
Equity: Large Cap
0.12%
Axis Nifty 100 Index Fund
+38.59%
Invest Now
Equity: Large Cap
0.21%
Axis Nifty Next 50 Index Fund
+71.83%
Invest Now
Equity: Large Cap
0.25%
Axis Nifty 500 Index Fund
--
Invest Now
Equity: Flexi Cap
0.10%
Axis Nifty Midcap 50 Index Fund
+46.03%
Invest Now
Equity: Mid Cap
0.28%
AUM માં ઘટાડાના 3 મોટા કારણ
- બજાર સતત પાંચ મહિનાથી ઘટી રહ્યું છે - નિફ્ટી 50 ફેબ્રુઆરીમાં 6% ઘટ્યો, અને છેલ્લા પાંચ મહિનામાં તેમાં 14.3%નો ઘટાડો થયો છે. આના કારણે, ઇક્વિટી ફંડ્સમાં રોકાણ 26.5% ઘટીને ₹29,242 કરોડ થયું છે.
- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઘટ્યું - ફેબ્રુઆરીમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો પ્રવાહ ₹25,999 કરોડ રહ્યો, જે જાન્યુઆરી કરતાં 1.5% ઓછો છે. ફેબ્રુઆરીમાં ઓછા દિવસો હોવાથી SIP રોકાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો.
- લિક્વિડ ફંડ્સમાં ધીમી ગ્રોથ - ફેબ્રુઆરીમાં લિક્વિડ ફંડ્સમાં ફક્ત ₹4,977 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો, જે જાન્યુઆરીમાં ₹91,593 કરોડ હતો. હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ પણ જાન્યુઆરીમાં ₹8,768 કરોડથી ઘટીને ₹6,804 કરોડ થયું.
કયા ફંડ્સમાં રોકાણ વધ્યું-
એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) અને કોર્પોરેટ બોન્ડ ફંડ્સમાં રોકાણ વધ્યું. કોર્પોરેટ બોન્ડ ફંડ્સની કુલ સંપત્તિના 80% કોર્પોરેટ બોન્ડ્સને ફાળવવામાં આવે છે.
જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંતો -
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના સીઇઓ વેંકટ એન ચાલસાણી કહે છે કે, "AUM માં ઘટાડો મુખ્યત્વે માર્ક-ટુ-માર્કેટ કરેક્શનને કારણે છે."
રોકાણકારો માટે મોટા સમાચાર -
જોકે, 2023 માં, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ₹ 16.2 લાખ કરોડની જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી. ૨૦૨૪ માં પણ બજાર સારું પ્રદર્શન કરી રહ્યું હતું, પરંતુ જાન્યુઆરીથી બજારમાં અનિશ્ચિતતા વધી છે. નિષ્ણાતો માને છે કે લાંબા ગાળાના રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી.
જો બજાર અસ્થિર રહે છે, તો AUM વધુ ઘટી શકે છે, પરંતુ SIP રોકાણકારો માટે, ખરીદી કરવાનો આ સારો સમય હોઈ શકે છે.