Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

કંપનીની બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવાની શકયતા. કંપની 2% ઇક્વિટી હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચશે. ઓફર સાઇઝ $176 મિલિયન, ફ્લોર પ્રાઇસ ₹95 પ્રતિશેરના નક્કી કર્યા છે. સેલર લોક-ઇન પિરિયડ 60 દિવસનો રહેશે. પ્રમોટર બજાજ ફાઈનાન્સ હાલ 88.70% હિસ્સો ધરાવે છે. વેચાણ વિન્ડો આજથી 28 ફેબ્રુઆરી 2026 સુધી રહેશે.

અપડેટેડ 10:45:06 AM Dec 02, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Bajaj Housing Finance

કંપનીની બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવાની શકયતા. કંપની 2% ઇક્વિટી હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચશે. ઓફર સાઇઝ $176 મિલિયન, ફ્લોર પ્રાઇસ ₹95 પ્રતિશેરના નક્કી કર્યા છે. સેલર લોક-ઇન પિરિયડ 60 દિવસનો રહેશે. પ્રમોટર બજાજ ફાઈનાન્સ હાલ 88.70% હિસ્સો ધરાવે છે. વેચાણ વિન્ડો આજથી 28 ફેબ્રુઆરી 2026 સુધી રહેશે.


Bank of Maharashtra

સરકાર 5% હિસ્સો OFS દ્વારા વેચશે. વધારાનો 1% હિસ્સો ગ્રીન-શૂ ઑપ્શન દ્વારા વેચશે. OFS આજથી નોન રિટેલ માટે અને 3 ડિસેમ્બરે રિટેલ માટે ખુલશે. ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર ₹54 છે.

Bharat Dynamics

કંપનીને ઈન્ડિયન આર્મી પાસેથી ₹2,462 કરોડના વધારાના ઓર્ડર્સ મળ્યા. મિસાઇલ અને રક્ષા સાધનોની સપ્લાય માટે ઓર્ડર્સ મળ્યા. નવા ઓર્ડર્સથી કંપનીની ઓર્ડર બુક વધુ મજબૂત બનશે.

Hero MotoCorp

કંપનીનું કુલ વેચાણ 31.3% વધીને 6.04Lk યુનિટ છે. સ્થાનિક વેચાણ 12.4% વધીને 5.70Lk યુનિટ છે. એક્સપોર્ટમાં 69.7% વધીને 33,970 યુનિટનો મજબૂત વધારો થયો.

Maruti Suzuki

કંપનીનું કુલ પ્રોડક્શન 1.68Lk યુનિટથી વધીને 2.11Lk યુનિટ્સ થયું.

NMDC

વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનું આઈરન ઓર પ્રોડક્શન 11% વધીને 5.01 MT થયું. વર્ષ દર વર્ષના આધાર પર કુલ વેચાણ 4.3%થી વધીને 4.17 MT થયું.

MOIL

ફેરો ગ્રેડ (Mn 44%+)ના ભાવમાં 3% નો વધારો થયો. બધા જ કેમિકલ ગ્રેડના ભાવમાં 3%નો વધારો નોંધાયો.

Amber Enterprises

કંપનીની સબ્સિડરી જિન ઇલેક્ટ્રોનિક્સે હિસ્સો ખરીદ્યો. સબ્સિડરીએ શોગિની ટેક્નોઆર્ટ્સમાં 80% હિસ્સો ₹506 કરોડમાં ખરીદ્યો.

Trent

NCLTની સબ્સિડરી મર્જરને મંજૂરી મળી. કંપનીની સબ્સિડરી ફિઓરા હાઇપરમાર્કેટ અને ફિઓરા ઓનલાઇનના મર્જરને મંજૂરી મળી. આ સ્કિમનો 1 ડિસેમ્બર, 2025 થી અમલ કરાશે.

Reliance Industries

સ્ટાર ટેલિવિઝન પ્રોડક્શન્સનું જિયોસ્ટાર ઇન્ડિયા સાથે મર્જર થયું.

Ambuja Cement

કંપનીએ છત્તીસગઢના ભાટાપારા ખાતે પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો. 4 MTPA બ્રાઉનફીલ્ડ ક્લિંકર એક્સ્પાંશનનો પ્રોજેક્ટ શરૂ કર્યો. એક્સ્પાંશનથી કંપનીની ક્લિંકર ઉત્પાદન ક્ષમતા વધશે. પ્રોજેક્ટથી કંપનીની સિમેન્ટ પ્રોડક્શન અને સપ્લાય ચેન વધુ મજબૂત બનશે.

Afcons Infra

કંપનીએ નવેમ્બરમાં ₹1884 કરોડના EPC ઓર્ડર મળ્યા.

Indian Hotels

રૂટ્સ કોર્પે પ્રાઇડ હોસ્પિટાલિટીમાં 51% હિસ્સો ₹81.2 કરોડમાં ખરીદ્યો. રૂટ્સ કોર્પે ANK હોટેલ્સમાં 51% હિસ્સો ₹109 કરોડમાં ખરીદ્યો.

Aditya Birla Capital

કંપનીએ આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સમાં રોકાણ કર્યું. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ₹300 કરોડનું રોકાણ કર્યું.

KEI Industries

ગુજરાતમાં કંપનીના નવા ગ્રીનફિલ્ડ યુનિટમાં ટ્રાયલ પ્રોડકશન શરૂ કરશે. કંપની કમર્શિયલ પ્રોડક્શન 10 ડિસેમ્બરથી શરૂ કરશે.

Prestige Estates

કંપનીએ તેની સબ્સિડરી માટે ₹550 કરોડની કોર્પોરેટ ગેરંટી ઈશ્યુ કરી.

Infosys

કંપની સામે ₹136M નો ટેક્સ પેનલ્ટી ઓર્ડર પસાર કરવામાં આવ્યો.

Syrma SGS Technology

કંપનીએ નવી PCB મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કન્સ્ટ્રક્શન શરુ કર્યુ. આ પ્રોજેકટથી 1000 થી વધુ સીધી નોકરીઓની અપેક્ષા છે. પ્રોજેક્ટ માટે કંપનીએ શિનહ્યુપ ઇલેક્ટ્રોનિક્સ સાથે JV કરી.

NRB Bearings

કંપનીએ CRB પ્રોડક્શન માટે યુનિટેક સાથે JV કર્યુ.

Coromandel International

ફિલિપિન્સમાં યુનિટનું વિસ્તરણ કરશે. તેના માટે $200,000નું રોકાણ કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 02, 2025 10:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.