Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

RBIએ ₹91 લાખનો દંડ ફટકાર્યો. વ્યાજ દરો, આઉટસોર્સિંગ પ્રેકટિસ, KYC ધોરણોના ઉલ્લંઘન બદલ ફટકાર્યો દંડ. બેન્કે કહ્યું હવે સુધારાત્મક પગલા લેવામાં આવ્યા. RBI ગાઇડલાઇન્સનું પાલન કરે છે.

અપડેટેડ 10:12:52 AM Dec 01, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

GAIL

PNGRBએ GAILના INGPL નેટવર્ક માટે ટેરિફ ઓર્ડર પબ્લિશ કર્યો. ₹65.69/MMBTUના લેવલાઈઝ્ડ ટેરિફને મંજૂરી આપી. 12% ટેરિફ વધ્યો, ₹1200 કરોડની પૉઝિટીવ અસર રહેશે.


Kwality Wall's India

ક્વૉલિટી વૉલ્સ ઇન્ડિયા 5 ડિસે.થી નિફ્ટીમાં સામેલ થશે. 5 ડિસેમ્બરે NSE સ્પેશલ પ્રી-ઓપન સેશન રાખશે. ઝીરો પ્રાઇસ સાથે નિફ્ટીમાં આઇસ્ક્રીમ બિઝનેસ સામેલ કરવામાં આવશે.

ICICI Bank

ટિયર 2 બેસલ III બોન્ડ દ્વારા ₹3,945Crનું ફંડ એકત્ર કર્યુ. ₹1Crના 3,945 ડિબેન્ચર્સ અલોટ કર્યા. 7.40% કૂપન, 15 વર્ષની મુદત, 10 વર્ષ પછી કૉલ વિકલ્પ છે.

HDFC Bank

RBIએ ₹91 લાખનો દંડ ફટકાર્યો. વ્યાજ દરો, આઉટસોર્સિંગ પ્રેકટિસ, KYC ધોરણોના ઉલ્લંઘન બદલ ફટકાર્યો દંડ. બેન્કે કહ્યું હવે સુધારાત્મક પગલા લેવામાં આવ્યા. RBI ગાઇડલાઇન્સનું પાલન કરે છે.

JK Tyre

24 ડિસેમ્બર 2025 શેર ઇશ્યૂને રેકોર્ડ તારીખ નક્કી કરી. કેવેન્ડિશ ઇન્ડસ્ટ્રીઝ સાથે મર્જર હેઠળ શેર ઇશ્યૂ ડેટ નક્કી કરી. 22 ડિસેમ્બરથી મર્જર લાગૂ થશે.

Tata Technologies

કંપનીએ જર્મનીના Es-Tec ગ્રુપનું અધિગ્રહણ પૂર્ણ કર્યુ. કંપનીએ કુલ €75 મિલિયનનું અધિગ્રહણ પૂર્ણ કર્યુ. આ અધિગ્રહણ ટોપના ઓટોમેકર્સ સાથે R&D પાર્ટનશિપ મજબૂત બનાવશે. ટોપના ઓટોમેકર્સ સાથે ગ્લોબલ એન્જિનિયરિંગ અને R&D પાર્ટનશિપને મજબૂત કરશે.

Brigade Enterprises

કંપનીએ હૈદરાબાદમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે JV કર્યા. કંપનીએ પ્રોજેક્ટ માટે જમીનમાલિક સાથે JV કર્યા. કંપનીને પ્રોજેક્ટથી કુલ ₹800 કરોડના આવકની અપેક્ષા છે.

NCC

નવેમ્બરમાં કંપનીને ₹531Crના 3 ઓર્ડર મળ્યા.

Arvind SmartSpaces

કંપનીએ નવો રેસિડેન્શિયલ હાઇ-રાઇઝ પ્રોજેક્ટનું અધિગ્રહણ કર્યુ. અમદાવાદના વસ્ત્રાપુરમાં હાઇ-રાઇઝ પ્રોજેક્ટનું અધિગ્રહણ છે. પ્રોજેક્ટનું કુલ વેચાણ એરિયા 2.6LK sq ft. પ્રોજેક્ટની પોટેન્શિયલ ટોપલાઈન ₹400 કરોડ છે. કંપનીનો આ ગુજારતમાં 24મો પ્રોજેક્ટ છે.

Maharashtra Seamless

કંપનીને ONGC પાસેથી સીમલેસ પાઈપ્સ માટે ₹217 કરોડનો ઓર્ડર મળ્યો. આગામી ક્વાર્ટર્સમાં તબક્કાવાર ઓર્ડરની ડિલિવરી કરાશે.

Neuland Laboratories

હૈદરાબાદમાં R&D સેન્ટર માટે ₹189 કરોડના કેપેક્સ માટે બોર્ડની મંજૂરી મળી. 1.35Lk sq ftનું યુનિટ હાલના 0.45-Lk sq ft યુનિટને રિપ્લેસ કરશે. સેન્ટર માટે ફંડ બોરોવિંગ તેમજ આંતરિક ઉપાર્જન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું.

Waaree Energies

કંપનીને 140MWના સોલર મોડ્યુલ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો.

Groww

કંપનીએ તેની સબ્સિડરી FTPL માં ₹104.47Crનું રોકાણ કર્યુ. FTPL એટલે કે Finwizard Technology Pvt Ltd. કંપનીએ રાઈટ્સ ઈશ્યુ દ્વારા રોકાણ કર્યુ.

NTPC

NCLT દ્વારા સિન્નાર થર્મલ પાવરના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી. NTPC-MAHAGENCO કન્સોર્ટિયમ દ્વારા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી. CIRP ફ્રેમવર્ક હેઠળ 1,350 MW નાસિક પ્લાન્ટને પુનર્જીવિત કરાશે.

Apeejay Surrendra

કંપનીએ રમણ ઇન્ડસ્ટ્રીયલ સાથે કરાર કર્યા. મથુરામાં 42 રૂમની હોટેલ 12 વર્ષના લીઝ પર લીધી.

HG Infra Engineering

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સાથે BESS પર્ચેઝ કરાર કર્યા. BESS એટલે કે Battery Energy Storage System.

Authum Investment & Infrastructure

4:1 બોનસ ઇશ્યૂ માટે બોર્ડે મંજૂરી આપી. 67.94 કરોડ નવા ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે. ચૂકવાયેલ મૂડી 16.98 કરોડ શેર્સથી વધારી 84.92 કરોડ શેર્સ થશે.

Tejas Networks

મિનિસ્ટ્રી ઑફ કોમ્યુનિકેશન્સ તરફથી PLI સ્કીમ હેઠળ પેમેન્ટ મળ્યુ. પેમેન્ટ ₹84.95 કરોડનું મળ્યું. Q4 FY24–25ના ઇન્સેન્ટિવમાંથી 85% ચુકવણી મળશે. બાકીનું પેમેન્ટ ગાઇડલાઇન્સ મુજબ આપવામાં આવશે.

Dalmia Cement (Bharat)

₹266.3 કરોડની ટેક્સ નોટિસ મળી.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 01, 2025 10:12 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.