બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Godrej Consumer Products
કંપનીના એક તૃતીયાંશ ઉત્પાદનો પર હવે 5% GST લાગશે. ટેલ્કમ પાવડર, શેમ્પૂ, શેવિંગ ક્રીમ પર 5% GST. GST ઘટાડાનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. GST સુધારાથી લાંબાગાળે વોલ્યુમ ગ્રોથને ફાયદો થશે. જૂની ઇન્વેન્ટરી સાફ કરવાને કારણે કેટલીક ટૂંકા ગાળાની સમસ્યાઓ છે. સ્ટેન્ડઅલોન બિઝનેસમાં મિડ-સિંગલ ડિજિટ વેલ્યુ ગ્રોથ શક્ય છે. કંસોની આવક ગ્રોથ મધ્ય-સિંગલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે. અન્ડરલાઇનિંગ વોલ્યુમ લો-સિંગલ ડિજિટમાં શક્ય છે. પર્સનલ કેર ગ્રોથ ઘટી લો-સિંગલ ડિજિટ રહેવાની શક્યતા છે. H2FY26માં બિઝનેસમાં સારા ગ્રોથની અપેક્ષા છે. ઈન્ડોનેશિયાના બિઝનેસમાં ભાવનું દબાણ જોવા મળશે. ઇન્ડોનેશિયામાં લો-સિંગલ ડિજિટ વેલ્યુ ગ્રોથ શક્ય છે. ઇન્ડોનેશિયા બિઝનેસમાં UVG મામુલી ઉછાળો શક્ય છે. GAUMમાં સતત ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત ગ્રોથ શક્ય છે. GAUMમાં ડબલ ડિજિટ વેલ્યુ અને વોલ્યુમ ગ્રોથ શક્ય છે. GAUM એટલે કે Africa, USA, Middle East.
Titan Company
વર્ષ દર વર્ષના આધારે ટાઈટન કંપની સ્થાનિક બિઝનેસ 18% વધ્યો. વર્ષ દર વર્ષના આધારે ઈન્ટરનેશનલ બિઝનેસ 86% વધ્યો.વર્ષ દર વર્ષના આધારે કન્ઝ્યુમર બિઝનેસ 20% વધ્યો. વર્ષ દર વર્ષના આધારે જ્વેલરી સેગમેન્ટમાં 19% ગ્રોથ રહ્યો. વર્ષ દર વર્ષના આધારે Watches બિઝનેસમાં 12% ગ્રોથ રહ્યો. વર્ષ દર વર્ષના આધારે Eyecare બિઝનેસમાં 9% ગ્રોથ રહ્યો. વર્ષ દર વર્ષના આધારે ઇમર્જિંગ બિઝનેસ 37% વધ્યો. વર્ષ દર વર્ષના આધારે Q2માં કંપનીએ 54 નવા સ્થાનિક સ્ટોર ખોલ્યા. Q2માં 1 ઈન્ટરનેશનલ સ્ટોર ખોલ્યો. કંપનીના કુલ સ્ટોરની સંખ્યા 3377 થઈ.
TATA MOTOR
વર્ષ દર વર્ષના આધારે Q2 હોલસેલ 24.2% ઘટીને 66,165 યુનિટ રહ્યા. વર્ષ દર વર્ષના આધારે Q2 રિટેલ 17.1% ઘટી 85,495 યુનિટ રહ્યા. સપ્ટેમ્બરના સાયબર હુમલાથી વોલ્યુમ પર અસર પડી. જગુઆરના જૂના મોડેલો બંધ થઈ રહ્યા છે અને US ટેરિફની વેચાણ પર અસર રહેશે. રેન્જ રોવર, રેન્જ રોવર સ્પોર્ટ અને ડિફેન્ડરનો Q2 વેચાણમાં 76.7% હિસ્સો છે.
Lodha Developers
વર્ષ દર વર્ષના આધારે પ્રી-સેલ્સ ₹4290 કરોડથી 7% વધી ₹4570 કરોડ રહ્યા. વર્ષના આધારે કલેક્શન ₹3070 કરોડથી 13% વધી ₹3480 કરોડ રહ્યા.
Keystone Developers
વર્ષ દર વર્ષના આધારે પ્રી-સેલ્સ 9% વધી ₹763 કરોડ રહ્યા. વર્ષના આધારે કલેક્શન 9% વધી ₹601 કરોડ રહ્યા. કંપનીએ 0.21 msfનો એક નવો પ્રોજેક્ટ જોડ્યો. પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹949 કરોડ રહ્યા.
S H Kelkar Business
વર્ષ દર વર્ષના આધારે H1 કંસો આવક 13% વધી ₹1140 કરોડ રહ્યા. 30 સપ્ટેમ્બર 2025 સુધી નેટ દેવું ₹698 કરોડ રહ્યા.
Shaily Engineering Plastics
લાઇટહાઉસ ઇન્ડિયા ફંડએ 3% હિસ્સો વેચ્યો. બ્લૉક ડીલ દ્વારા Shaily એન્જિનિયરિંગ પ્લાસ્ટિકમાં હિસ્સો વેચ્યો. 284 કરોડ માટે 13 લાખ શેર્સ ₹2134 પ્રતિશેરના ભાવ પર વેચ્યા. મોતીલાલ ઓસવાલે ₹69 કરોડ માટે 3.34 લાખ શેર્સ ખરીદ્યા. Stallion Assetએ ₹53 કરોડ માટે 2.5 લાખ શેર્સ ખરીદ્યા. આદિત્ય બિરલા AMC, BOFA સિક્યોરિટીઝ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ શેર્સ ખરીદ્યા.
INSURANCE DATA
મહિના દર મહિનાના આધારે Go Digit પ્રીમિયમમાં 3% વધારો રહ્યો. મહિના દર મહિનાના આધારે ICICI લોમ્બાર્ડની પ્રીમિયમ આવકમાં 12% ઘટાડો રહ્યો. મહિના દર મહિના આધારે ન્યુ ઇન્ડિયા અશ્યોરન્સ પ્રીમિયમ આવકમાં 48% વધારો રહ્યો. મહિના દર મહિનાના આધારે Niva Bupaની પ્રીમિયમ આવકમાં 3% ઘટાડો.
Anant Raj
આજે કંપનીએ QIP ખોલ્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ ₹695.83 પ્રતિશેરના નક્કી કર્યા છે.
Concor
કંપનીએ અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે કરાર પર કર્યા. સ્પેશ્યલાઇઝ્ડ ટેન્ક કન્ટેઈનર દ્વારા જથ્થાબંધ સિમેન્ટના ટ્રાન્સપોર્ટેશન માટે કરાર કર્યા.
Tilaknagar Industries
'ઈમ્પિરિયલ બ્રાન્ડ્સ' નામ પર અધિગ્રહણને મંજૂરી મળી. CCI પાસેથી બેવરેજીસ બિઝનેસના અધિગ્રહણ માટે મંજૂરી મળી.
JSW Steel
ગેરકાનુની માઇનિંગ કેસમાં કંપનીને SCથી રાહત મળી. મની લોન્ડરિંગ કેસમાં દખલ કરવાનો કોર્ટે ઇનકાર કર્યો. ઓબુલાપુરમ માઇનિંગ સાથે જોડાયેલો મામલો છે.
IRB Infra
વર્ષ દર વર્ષના આધારે કુલ કલેક્શન ₹501.8 કરોડથી 11% વધી ₹556.7 કરોડ રહ્યા.
Lloyds Metals
કંપનીને થ્રીવેની પેલેટ્સમાં હિસ્સો ખરીદવા CCIની મંજૂરી મળી. લોયડ્સ મેટલ્સ દ્વારા 49.99% હિસ્સો ખરીદશે કંપની.
Saatvik Green Energy
કંપનીને સોલર મોડ્યુલ માટે ₹668 કરોડનો ઓર્ડર મળ્યો. સાત્વિક ગ્રીન એનર્જીને IPPs અને EPC કંપનીઓ પાસેથી ₹488 કરોડનો ઓર્ડર મળ્યો. IPPs એટલે કે independent power producers. EPC એટલે કે engineering, procurement, and construction. સાત્વિક સોલર ઇન્ડસ્ટ્રીઝને IPPs અને EPC પાસેથી ₹219.62 કરોડનો ઓર્ડર મળ્યો. સાત્વિક ગ્રીન એનર્જીની સબ્સિડરી કંપની છે સાત્વિક સોલર ઇન્ડસ્ટ્રીઝ. FY26 સુધી ઓર્ડર અમલમાં મુકાશે.
Associated Alcohols & Breweries
મધ્ય પ્રદેશ ખાતે બરવાહ યુનિટમાં માલ્ટ સ્પિરિટનું ઉત્પાદન, પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.