Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ડિબેન્ચર કમિટીએ ₹670 Crના ગ્રીન બોન્ડ ઈશ્યુ કરવા મંજૂરી આપી. પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ગ્રીન બોન્ડ ઈશ્યુ કરશે. બોન્ડ માટે 60 મહિનાની મુદત છે. બોન્ડ 8.50% વાર્ષિક કૂપન દર સાથે લિસ્ટેડ, રેટેડ, સિનિયર, રિડીમેબલ, ટ્રાન્સફરેબલ અને નોન-કન્વર્ટિબલ છે.

અપડેટેડ 09:20:48 AM Sep 03, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

TCS

Scandinavian (સ્કેન્ડિ-નેવિયન) non-life insurer Tryg સાથે પાર્ટનરશિપ વધારી. નવા કોન્ટ્રેક્ટની સમય મર્યાદા 7 વર્ષ રહેશે. નવા કોન્ટ્રેક્ટની ડીલ વેલ્યુ 55 Cr યૂરો. ડીલથી ડેનમાર્ક, સ્વીડન અને નોર્વેમાં બિઝનેસને ફાયદો થશે. કંપની AI અને ક્લાઉડ સોલ્યુશન્સનો ઉપયોગ કરશે. ગ્રાહકના સારા અનુભવ માટે AI અને ક્લાઉડનો ઉપયોગ રહેશે. છેલ્લા 15 વર્ષથી TCS અને Tryg વચ્ચે પાર્ટનરશીપ છે.


Adani Power

કોલ મંત્રાલય પાસેથી મંજૂરી મળી. મધ્ય પ્રદેશ ખાતે ધીરૌલી માઈન્સનું કામકાજ શરૂ કરવા મંજૂરી મળી. કોલ મંત્રાલય પાસેથી કામકાજ શરૂ કરવા મંજૂરી મળી. ધીરૌલી માઈન્સની ક્ષમતા 6.5 MTPA. FY27 સુધીમાં ઓપન-કાસ્ટ માઇનિંગમાંથી 5 MTPA.

UPL

UPL Corporation Mauritiusથી Decco Holdings UKને ખરીદવાની યોજના છે. કંપનીની સબ્સિડિયરી Advanta Mauritiusએ કર્યો નિર્ણય. ડીલની વેલ્યૂ 50 કરોડ ડોલર. પોસ્ટ-હાર્વેસ્ટ ઓપરેશન્સને Advantaના સીડ પ્લેટફોર્મ અંતર્ગત કંસૉલિડેટ કરશે. શેરધારકોની મંજૂરી બાદ 31 ડિસેમ્બર સુધી ડીલ પૂરી થવાની યોજના છે.

Yes Bank

CCI પાસેથી SMBCને 24.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી છે. SMBC એટલે કે સુમિટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન. SMBCની યસ બેન્કમાં હાલમાં હિસ્સો 20%. 24.99% હિસ્સો ખરીદવા માટે RBI મંજૂરી લેવાની રહેશે.

DCM Shriram

ઝઘડિયા પ્લાન્ટમાં ક્લોરિનની સપ્લાઈ શરૂ કરશે. આરતી ઈન્ડસ્ટ્રીઝના નવા યુનિટને અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન દ્વારા સપ્લાઈ કરશે. પ્લાન્ટ પૂરી રીતે ઓપરેશનલ થયા બાદ ઉત્પાદન 350 ટન પ્રતિ દિવસ રહેશે.

PNC Infratech

વારાણસી એરપોર્ટના AAI પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી. AI પ્રોજેક્ટની કુલ વેલ્યૂ ₹297 કરોડ રહ્યા. 18 મહિનામાં પ્રોજેક્ટ પુરો કરવાની યોજના છે.

ETERNAL

કંપનીએ ફૂડ ડિલિવરી ઓર્ડર પર પ્લેટફોર્મ ફી 20% વધારી. પ્લેટફોર્મ ફી ₹10 થી વધારી ₹12 કરી.

DCX Systems

પ્રસન્ના કુમાર CFO તરીકે નિયુક્ત કરી. રાઘવેન્દ્ર રાવને ચેરમેન અને MD તરીકે ફરીથી નિયુક્ત કરી.

MOIL

વર્ષ દર વર્ષના આધારે મેંગેનીઝ ઓરનું ઉત્પાદન 17% વધી 1.45 Lk ટન છે.

Lemon Tree Hotels

ત્રણ નવી પ્રોપર્ટી માટે કરાર કર્યા. પુષ્કરમાં 1 અને અજમેરમાં 2 પ્રોપર્ટીઝ માટે કરાર કર્યા.

Indus Towers

ઈન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશ માટે મંજૂરી. ઇન્ડસ ટાવર્સે એક મોટા આંતરરાષ્ટ્રીય પગલાની જાહેરાત કરી. બોર્ડે આફ્રિકન માર્કેટમાં પ્રવેશ માટે મંજૂરી. નાઇજીરીયા, યુગાન્ડા, ઝામ્બિયાથી શરૂ કરીને આફ્રિકન માર્કેટમાં એન્ટ્રી કરશે. કંપનીનું ભારતની બહાર પ્રથમ વિસ્તરણ છે. એરટેલના આફ્રિકા બિઝનેસને તેના મુખ્ય ગ્રાહક તરીકે આફ્રિકામાં એન્ટ્રી કરશે. 14 માર્કેટમાં 169.4 મિલિયન ગ્રાહકો સાથે ભારતી એરટેલ આફ્રિકામાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. અન્ય એરટેલ-લિંક્ડ પ્રદેશોમાં ભાવિ વિસ્તરણ શક્ય છે. ભારતી એરટેલની પાર્ટનશીપ દ્વારા રેવન્યુ ડાઇવર્સિફિકેશન અને scalabilityની સ્ટ્રેટેજી છે.

Cupid Ltd

₹100 Crથી વધુ સિક્યોર્ડ એક્સપોર્ટ ઓર્ડરબુક છે. બ્રાઝિલ, તાંઝાનિયા, દક્ષિણ આફ્રિકા કંપનીનું Key માર્કેટ. પ્રોડક્ટ કેટેગરીઝમાં કોન્ડોમ, લુબ્રિકન્ટ્સ, IVD કિટ્સનો સમાવેશ થાય છે.

Adani Energy

$44.661 મિલિયનના સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટમાં ફરી ખરીદ્યા. અદાણી એનર્જીની સબ્સિડરી અદાણી ઇલેક્ટ્રિસિટીએ નોટ્સ ફરી ખરીદ્યા. 2031માં બાકી રહેલા $44.661 મિલિયનના સિનિયર સિક્યોર્ડ નોટ્સ ખરીદશે.

KPI Green Energy

ડિબેન્ચર કમિટીએ ₹670 Crના ગ્રીન બોન્ડ ઈશ્યુ કરવા મંજૂરી આપી. પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ગ્રીન બોન્ડ ઈશ્યુ કરશે. બોન્ડ માટે 60 મહિનાની મુદત છે. બોન્ડ 8.50% વાર્ષિક કૂપન દર સાથે લિસ્ટેડ, રેટેડ, સિનિયર, રિડીમેબલ, ટ્રાન્સફરેબલ અને નોન-કન્વર્ટિબલ છે.

E2E Networks

MeitY ના IndiaAI મિશન પાસેથી ₹177 કરોડનો ઓર્ડર મળ્યો. MeitY એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય. ઈન્ડિયના ફાઉન્ડેશન AI મોડલ માટે એડવાન્સ GPU રિસોર્સિસ પૂરા પાડવા માટે ઓર્ડર મળ્યો.

Waaree Energies

કોટસનમાં 64% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. ₹192 કરોડમાં હિસ્સાનું અધિગ્રહણ કર્યું. એડવાન્સ ટ્રાન્સફોર્મર સોલ્યુશન્સ ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય કરે છે કંપની. ટ્રાન્સફોર્મર સોલ્યુશન્સની વિવિધ શ્રેણી છે. KPL ની હાલની પ્લાન્ટ ઉત્પાદન ક્ષમતા 4,000 MVA.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 03, 2025 9:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.