દેવેન ચોક્સીનું કહેવુ છે કે છેલ્લાં એક વર્ષમાં બજારમાં વળતર ઓછા રહ્યા. બજારમાં મુમેન્ટમ પાછળ ન ભાગવું જોઈએ. ટેક્સ માળખામાં ફેરફારને કારણે લોકોના હાથમાં પૈસા આવશે. આ નાણાંકીય વર્ષના બીજા છ મહિના સારા રહેશે. PLI સ્કીમને કારણે નિકાસ વધી છે.

દેવેન ચોક્સીના મતે સરકારનો ઈન્ફ્રા પર ખર્ચ સારો એવો રહ્યો છે. કોર્પોરેટ સેક્ટરના પરિણામ આવનારા સમયમાં સારો રહેશે. જે સારી કંપનીઓના વેલ્યુએશન ઓછા છે તેના પર ધ્યાન આપો. લાંબાગાળા માટે સારા વેલ્યુએશન પર રોકાણ કરો. મેનેજમેન્ટનો ટ્રેક રેકોર્ડ સારો હોય ત્યાં રોકાણ કરો.
દેવેન ચોક્સીનું માનવું છે કે ત્રિમાસિક ધોરણે પરિણામ જુઓ, તેના આધારે નિર્ણય ન લો. IPOમાં રોકાણ લાંબાગાળા માટે કરવું જોઈએ. ઘણાં લોકો ઉપલા સ્તરે IPOમાં ખરીદી કરીને ફસાઈ છે. સોના-ચાંદીમાં તેજીનું કારણ કન્ઝમ્પશન નથી. સોના-ચાંદીમાં રોકાણ કરતા સમયે સાવચેત રહેવું.
દેવેન ચોક્સીના મુજબ સ્ટોકમાં પણ SIP મારફતે રોકાણ કરો. ઓટો, ઓટો એન્સિલરીમાં રોકાણ કરવું જોઈએ. રિયલ એસ્ટેટ, હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરમાં રોકાણ કરી શકાય. પાવર અને પાવર એન્સિલરી કંપનીઓ પણ પસંદ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.