Global Market: રશિયા-યૂક્રેન વચ્ચે શાંતિ અને અમેરિકામાં દરોમાં કાપની આશાથી ગ્લોબલ બજારોનો મૂડ સારો જોવાને મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી આશરે 100 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. કાલે US MARKETમાં જોવા મળી 1 થી દોઢ ટકાની તેજી. એશિયા પણ મજબૂત કારોબાર કરી રહી છે.
ડિસેમ્બરમાં 0.25% દર ઘટાડાની અપેક્ષા રાખી છે. 2026માં બે વખત 0.25% દર ઘટાડાની અપેક્ષા રાખી છે.
કેવિન હેસેટ આ પદ માટે રેસમાં આગળ છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને આ વાત કહી છે. કેવિન ઇકોનોમી કાઉન્સિલના ડિરેક્ટર છે. કેવિનને US પ્રમુખ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. કેવિન હેસેટનો ઓછા વ્યાજ દરના સમર્થનમાં છે. સ્કોટ બેસન્ટનું કહેવુ છે કે નાતાલ પહેલાં જાહેરાત અપેક્ષિત છે. કેવિન વોર્શ US ફેડના ભૂતપૂર્વ ગવર્નર છે.
આજે એશિયાઈ બજારમાં મજબૂતી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 114.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.12 ટકાના વધારાની સાથે 49,689.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.65 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.44 ટકા વધીને 27,298.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.65 ટકા મજબૂતીની સાથે 26,064.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.83 ટકાની તેજી સાથે 3,928.35 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 3.38 અંક એટલે કે 0.09 ટકા ઉછળીને 3,873.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.