Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો, FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી, GIFT NIFTYમાં મામુલી નરમાશ | Moneycontrol Gujarati
Get App

Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો, FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી, GIFT NIFTYમાં મામુલી નરમાશ

આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. GIFT NIFTY 11.00 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, નિક્કી લગભગ 4.65 ટકાના વધારા સાથે 47,898.00 ની આસપાસ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સ્ટ્રેટ ટાઈમ્સ 0.07 ટકાનો વધારો દર્શાવે છે.

અપડેટેડ 08:48:10 AM Oct 06, 2025 પર
Story continues below Advertisement
Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી જોવા મળી રહી છે. GIFT NIFTYમાં મામુલી નરમાશ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નવા PMની જાહેરાતથી જાપાનના નિક્કેઈમાં 4%નો ઉછાળો જોવા મળ્યો. શુક્રવારે ડાઓ જોન્સમાં 250 પોઇન્ટ્સની તેજી રહી હતી, જોકે નાસ્ડેક અને S&P 500 ફ્લેટ રહ્યા.

અમેરિકી બજારોની સ્થિતી

શુક્રવારે બજારો મિશ્ર બંધ થયા. ડાઓ લગભગ 250 પોઈન્ટ ઉપર બંધ થયો. S&P 500 થોડો વધારા સાથે બંધ થયો. નાસ્ડેક ઘટાડા સાથે બંધ થયો. છેલ્લા કલાકમાં નફામાં વધારો થવાથી દબાણ વધ્યું. Palantir, Tesla, NVIDIA માં ઘટાડાએ દબાણ વધાર્યું.


ટ્રમ્પ સરકારનું સંકટ !

ફેડરલ કર્મચારીઓએ કોર્ટમાં અવાજ ઉપાડ્યો. ટ્રમ્પ સરકારને મોટા પ્રમાણમાં છટણી રોકવાની અપીલ કરી. આજે ફરી અમેરિકી સિનેટમાં વોટિંગ થશે. વ્હાઈટ હાઉસમાં સંભળાયુ છટણીની સંભવાનાઓથી ઇનકાર નહીં. મોર્ગન સ્ટેનલીએ કહ્યું શટડાઉન 10-29 દિવસ સુધી ચાલી શકે છે.

ચલણ અને બોન્ડ યીલ્ડ મૂવમેન્ટ

સોમવારે જાપાનીઝ યેન 1.45% ઘટીને 149.59 પ્રતિ ડોલર થયો. દરમિયાન, 30 વર્ષના સરકારી બોન્ડ યીલ્ડ 10 બેસિસ પોઈન્ટ વધીને 3.263% થયા, અને 20 વર્ષના બોન્ડ યીલ્ડ 2.674% થયા. જોકે, 10 વર્ષના બોન્ડ યીલ્ડ લગભગ સ્થિર રહ્યા.

સમાપ્ત થશે જંગ?

ઇઝરાયલ અને હમાસ આજે વાતચીત શરૂ કરવા સંમત થયા છે. ઇજિપ્ત વાટાઘાટોમાં મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે. સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ઇજિપ્તની મુલાકાતે છે. સ્ટીવ વિટકોફ યુએસ સરકારના ખાસ દૂત છે, જ્યારે જેરેડ કુશનર યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ છે. હમાસે બંધકોને મુક્ત કરવાની ઓફર કરી છે. માર્કો રુબિયોએ કહ્યું કે બંધકોની મુક્તિ અને વિનિમય એ પહેલું પગલું હશે. ગાઝાનું પુનર્નિર્માણ કરવું મુશ્કેલ કાર્ય હશે. ત્યાં કોણ શાસન કરશે તે નક્કી કરવું મુશ્કેલ છે.

ક્રૂડ ઓઈલમાં ઉછાળો

નવેમ્બરમાં પણ OPEC+ની ઉત્પાદન વધારવાની જાહેરાત કરી. અનુમાનથી ઓછા વધારાથી કિંમતોને સપોર્ટ મળ્યો. ફરી એકવાર બ્રેન્ટ 65 ડૉલરને પાર પહોચ્યું. નવેમ્બરમાં 1.37 લાખ bpd ઉત્પાદન વધારશે OPEC+ દેશ. 2 નવેમ્બરે OPEC+ દેશોની બેઠક થશે.

આ સપ્તાહે ક્યાં રહેશે નજર?

ફેડના 10 અધિકારીઓ આ સપ્તાહે ભાષણ આપશે. બુધવારે ફેડ બેઠકના મિનિટ્સ જાહેર થશે. ગુરૂવારે કંપનીઓ ત્રિમાસિક પરિણામ જાહેર કરશે.

એશિયાઈ બજાર

આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. GIFT NIFTY 11.00 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, નિક્કી લગભગ 4.65 ટકાના વધારા સાથે 47,898.00 ની આસપાસ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સ્ટ્રેટ ટાઈમ્સ 0.07 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે હેંગ સેંગ 0.62 ટકાના ઘટાડા સાથે 26,970.00 ના સ્તરે જોવા મળી રહ્યો છે. રજાઓને કારણે ચીન અને દક્ષિણ કોરિયાના બજારો બંધ રહ્યા.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2025 8:38 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.