Global Market: RBIની ક્રેડિટ પૉલિસીના દિવસે ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં સતત છઠ્ઠા દિવસે વેચવાલી જોવા મળી રહી છે. લોન્ગ શોર્ટ રેશિયો પણ ઘટી 12% પર આવ્યો છે. GIFT NIFTYમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. એશિયા મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. ગઈકાલે USના બજાર RANGE BOUND કારોબાર સાથે ફ્લેટ રહ્યા.
આ વર્ષે USની કંપનીઓએ મોટો પાયે છટણી કરી. નવેમ્બર સુધી 10 લાખથી વધુ લોકોની નોકરીઓ ગઇ. માત્ર નવેમ્બરમાં 71321 લોકોની નોકરીઓ ગઇ. 2020 બાદ આ વર્ષની સૌથી મોટી છટણી કરી. 2025માં છટણી સંખ્યા 54% વધી. માત્ર ટેરિફને કારણે નવેમ્બરમાં 2000 છટણી થઇ.
બજારને સપ્ટેમ્બરમાં PCE વધવાનું અનુમાન છે. 0.2% (MoM), 2.8% (YoY) વધવાનું અનુમાન છે. કોર PCEના આંકડામાં પણ વધારાનું અનુમાન છે. 0.2% (MoM), 2.9% (YoY) વધાવાનું અનુમાન છે. સતત 55માં મહિને મોંઘવારી 2%થી વધુ શક્ય છે. BofAએ Q3 2026માં કોર PCE 3% થી વધુ શક્ય છે. 2027માં કોર PCE 2% થી વધુ શક્ય છે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 2.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.38 ટકાના ઘટાડાની સાથે 50,326.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.31 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.09 ટકા વધીને 27,819.39 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.30 ટકાના ઘટાડાની સાથે 25,858.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.83 ટકાની તેજી સાથે 4,062.23 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 3.11 અંક એટલે કે 0.08 ટકા ઉછળીને 3,878.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.