Auto Stocks: પીએમ મોદી દ્વારા આજે જીએસટી સુધારા અંગે કરવામાં આવેલી જાહેરાતનું બજારે જોરદાર સ્વાગત કર્યું છે.
Auto Stocks: પીએમ મોદી દ્વારા આજે જીએસટી સુધારા અંગે કરવામાં આવેલી જાહેરાતનું બજારે જોરદાર સ્વાગત કર્યું છે. નિફ્ટી લગભગ 400 પોઈન્ટ ઉછળીને 25000 ને પાર કરી ગયો છે. બેંક નિફ્ટી પણ 800 થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપમાં પણ તેજી છે. એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર્સ, કોમ્પેક્ટ કાર અને હાઇબ્રિડ વાહનો પર જીએસટીમાં સંભવિત ઘટાડાના સમાચાર પછી, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, એમ એન્ડ એમ અને ટાટા મોટર્સ જેવી ઓટોમોબાઈલ કંપનીઓના શેરમાં સોમવાર, 18 ઓગસ્ટના રોજ 8 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. હીરો મોટોકોર્પ સૌથી વધુ ઉછાળા સાથે નિફ્ટીના ટોચના શેરોમાં સામેલ છે.
જીએસટીમાં આ બદલાવ દિવાળી સુધી લાગૂ થવાની આશા
સીએનબીસી-ટીવી 18 એ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ પગલું બે-સ્તરીય GST સિસ્ટમ તરફ સરકારના પગલાનો એક ભાગ છે. આ યોજનાનો ખુલાસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કર્યો હતો. GSTમાં આ ફેરફાર દિવાળી સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય કર પ્રણાલીને સરળ બનાવવા અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવાનો છે.
18 ટકાનો એક સમાન કરીને લગાવા પર વિચાર
હાલમાં, વાહનો પર એન્જિનના કદ, લંબાઈ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સના આધારે GST અને સેસ સહિત અનેક સ્લેબ હેઠળ કર લાદવામાં આવે છે. સરકાર હવે મોટી સંખ્યામાં વાહનો પર 18 ટકાનો એકસમાન કર લાગુ કરવાનું વિચારી રહી છે. આનાથી 350 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા ટુ-વ્હીલર, 1,200 સીસી સુધીની નાની કાર અને કેટલાક હાઇબ્રિડ વાહનો પરના કર દરમાં 28-31 ટકાની વર્તમાન શ્રેણીથી નોંધપાત્ર ઘટાડો થશે, જ્યારે લક્ઝરી કાર અને SUV 40 ટકાની ઉપલી મર્યાદામાં રહેશે.
બ્રોકરેજની સલાહ
બ્રોકરેજ કંપનીઓનું માનવુ છે કે જો આ દરખાસ્ત પસાર થઈ જાય, તો ઓટો વેલ્યુ ચેઈનને ઘણો ફાયદો થવાની ધારણા છે. મોર્ગન સ્ટેનલી કહે છે કે હીરો મોટોકોર્પ અને આઈશર મોટર્સને ટુ-વ્હીલર્સમાં સૌથી વધુ ફાયદો થશે. જ્યારે મારુતિ સુઝુકી અને એમ એન્ડ એમને પેસેન્જર વાહનોમાં સરકારના આ પગલાથી સૌથી વધુ ફાયદો થશે.
એમ્કેએ કહ્યું કે એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલર્સમાં 79 ટકાના મોટા બજાર હિસ્સા સાથે હીરો મોટોકોર્પ અને સ્કૂટરમાં 25 ટકા હિસ્સા સાથે ટીવીએસ મોટરને આનો સૌથી વધુ ફાયદો થશે. પ્રિકોલ, સંધાર ટેક્નોલોજીસ અને એએસકે ઓટોમોટિવ જેવી ટુ-વ્હીલર્સમાં ભારે રોકાણ ધરાવતી ઓટો એન્સિલરી કંપનીઓને પણ ફાયદો થઈ શકે છે.
તે જ સમયે, મોતીલાલ ઓસ્વાલે ભારપૂર્વક જણાવ્યું છે કે મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ, જેમના પેસેન્જર વાહનો હાલમાં 28 ટકાના સ્લેબમાં છે, તેમને GST ઘટાડીને 18 ટકા કરીને મોટી રાહત મળશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.