વૈભવ સંઘવીનું કહેવુ છે કે બજારમાં 1-2 વર્ષમાં અહીંથી સારા રિટર્નની આશા છે. FIIs ચીન, જાપાન, કોરિયામાં ખરીદી કરી રહ્યા છે. FIIs ભારતમાંથી નીકળીને અન્ય દેશોમાં રોકાણ કરે છે. ભારતમાં ડેટા સેન્ટર અંગે ઘણી જાહેરાતો થઈ છે. ભારતમાં ડેટા સેન્ટર અંગે ઘણી જાહેરાતો થઈ છે.
વૈભવ સંઘવીનું માનવું છે કે 4 ત્રિમાસિક બાદ આ ત્રિમાસિકમાં પરિણામમાં ગ્રોથ જોવા મળ્યો. વેલ્યુએશન પણ ગયા વર્ષની સરખામણીએ થોડા સસ્તા થયા છે. કેપેક્સ સંબંધિત ક્ષેત્રમાં સારા ગ્રોથની આશા છે. બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. લિસ્ટિંગ થયાના એક વર્ષ બાદ IPOમાં દબાણ આવે છે.
વૈભવ સંઘવીના મુજબ IPOમાં લાંબાગાળાનું વિઝન રાખીને રોકાણ કરો. આવનારા 6 મહિનામાં ઘણાં IPO આવે તેવી આશા છે. કેપેસિટિ યુટિલાઈઝેશન 80%થી વધે તો પ્રાઈવેટ કેપેક્સ આવે છે. મેટલ સેક્ટરમાં થોડું અંડરપર્ફોર્મન્સ જોવા મળી શકે છે. ડિસેમ્બરમાં વ્યાજદર કાપ આવે તો NBFCsમાં દબાણ આવી શકે છે. US-ચીન ડીલ બાદ સોનામાં ઘટાડો આવી શકે છે.