ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ને પ્રાધાન્ય આપી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં SIP દ્વારા 15813 કરોડ રૂપિયાનું વિક્રમી રોકાણ કરવામાં આવ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) દ્વારા સોમવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, ઓગસ્ટમાં આવક અથવા દેવું આધારિત યોજનાઓમાંથી રૂપિયા 25,872 કરોડની ચોખ્ખી રકમ ઉપાડી લેવામાં આવી હતી.
વેંકટેશે જણાવ્યું હતું કે ઓગસ્ટના અંતે એસઆઈપી માટે કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) રૂપિયા 8.47 લાખ કરોડ હતી. આ મહિને રેકોર્ડ 35 લાખ નવી SIP શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે SIPમાં રેકોર્ડ રોકાણ દર્શાવે છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ બજારમાં સતત રોકાણ કરી રહ્યા છે. મજબૂત આર્થિક વૃદ્ધિ જેવા પરિબળોને કારણે આગળ જતાં વલણ એ જ રહેવાની તેમણે અપેક્ષા રાખી હતી.
ઇક્વિટી અને હાઇબ્રિડ સ્કીમ્સમાં કુલ AUM રૂપિયા 24.38 લાખ કરોડ
ઑગસ્ટના અંતે, ઇક્વિટી અને હાઇબ્રિડ સ્કીમ્સ (ઇક્વિટી અને બોન્ડ બંનેમાં રોકાણનો સમાવેશ કરતી યોજનાઓ) પર રિટેલ ઇન્વેસ્ટર્સની કુલ AUM રૂપિયા 12.30 કરોડના પોર્ટફોલિયોમાં રૂપિયા 24.38 લાખ કરોડ હતી. વેંકટેશે જણાવ્યું હતું કે રેકોર્ડ 19.58 લાખ SIP બંધ કરવામાં આવ્યા હતા અથવા તેમની મુદત ઓગસ્ટમાં પૂર્ણ થઈ હતી. જુલાઈમાં આ સંખ્યા 17 લાખથી વધુ હતી.
મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની કુલ AUM ઓગસ્ટમાં વધીને રૂપિયા 46.93 લાખ કરોડ થઈ હતી જે જુલાઈમાં રૂપિયા 46.37 લાખ કરોડ હતી. લોકો નિયમિત સમયાંતરે એટલે કે માસિક ધોરણે રૂપિયા 500 ની પ્રારંભિક રકમ સાથે SIP માં રોકાણ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ મોટાભાગે SIP દ્વારા રોકાણ પર નિર્ભર છે. આ બિઝનેસમાં 43 કંપનીઓ છે.