મ્યૂચ્યુઅલ ફંડ ટીઈઆર પર નવા કંસ્લટેશન પેપર જલ્દી આવવાની સંભાવના, SEBI દ્વારા રજુ થશે: સૂત્રો
SEBI એ મ્યૂચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીઝના રીપ્રેજેંટેશનની બાદ કંસલ્ટેશન પેપર પરત લીધુ. છેલ્લે બોર્ડ મીટિંગમાં સેબી ચેરમેનએ કહ્યુ હતુ કે TER રેશિયો પર ખુબ જલ્દી જ નવા કંસલ્ટેશન પેપર આવશે. તેમણે એ કહ્યુ હતુ કે આ વખત મ્યૂચ્યુઅલ ઈંડસ્ટ્રી માટે આ સારા સમાચાર હશે. સૂત્રો બતાવી રહ્યા છે કે એક સપ્તાહની અંદર જ સેબી કંસલ્ટેશન પેપર રજુ કરી દેશે.
મ્યુચ્યુઅલ ફંડ ટીઈઆર (MF TER) થી જોડાયેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી-આવાઝને એક્સક્લૂઝિવ સૂત્રોથી જાણકારી મળી છે કે MF TER પર નવા કંસ્લટેશન પેપર જલ્દી આવી શકે છે. ટીઈઆર પર નવા કંસલ્ટેશન પેપર SEBI દ્વારા રજુ કરવામાં આવશે. સૂત્રોએ ત્યાં સુધી કહેવુ છે કે સેબી આ કેસમાં એક સપ્તાહમાં નવા કંસલ્ટેશન પેપર રજુ કરી શકે છે. તેમાં AMC ઈંડસ્ટ્રીઝે GST અને STT ના TER થી બાહર રાખવાની અપીલ કરી છે. સૂત્રોના હવાલેથી આ સમાચાર મળ્યા છે કે AMC ઈંડસ્ટ્રીઝની અપીલના ચાલતા મ્યૂચ્યુઅલ ફંડના પક્ષમાં TER (total expense ratio) પ્રસ્તાવ શક્ય છે.
આ સમાચાર પર વિસ્તારથી જાણકારી આપતા સીએનબીસી-આવાઝના યતિન મોતાએ કહ્યુ કે ટીઈઆરના મહત્વના મુદ્દા ઘણા દિવસોથી અટકેલા હતા. તેનાથી પહેલા પણ સેબીએ એક કંસલ્ટેશન પેપર રજુ કર્યા હતા. તેના લીધેથી ટીઈઆર રેશિયો પર ઘણી પાબંદિઓ લગાવામાં આવી હતી. સેબીનું જોર TER રેશિયોને ઓછુ કરવા પર હતુ.
મ્યૂચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીઝને થશે સુખદ આશ્ચર્ય
મ્યૂચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીઝના રીપ્રજેંટેશનની બાદ સેબીએ કંસલ્ટેશન પેપર પરત લીધા. ત્યારે બાદ છેલ્લી બોર્ડ મીટિંગમાં સેબી ચેરમેને કહ્યુ હતુ કે TER રેશિયો પર ખુબ જ જલ્દી નવા કસલ્ટેશન પેપર રજુ થશે. તેમણે એ પણ કહ્યુ હતુ કે તેના વિશે મ્યૂચ્યુઅલ ઈંડસ્ટ્રી સકારાત્મક રૂપથી ચકિત થઈ જશે.
યતિને આગળ કહ્યુ કે ખાસ સૂત્રોથી એ જાણકારી મળી રહી છે કે તે ખુબજ જલ્દી જ TER રેશિયો પર નવા કંસલ્ટેશન પેપર રજુ થઈ શકે છે. એક સપ્તાહની અંદર જ સેબીએ રજુ કરી દીધા. સામાન્ય રૂપથી માનવામાં આવી રહ્યુ છે કે સેબી TER રેશિયોને તે ઢાંચાની આગળ વધારશે. આ વખતે તેમાં સૂક્ષ્મ રૂપથી સુધાર કરતા ઈંડસ્ટ્રીના પક્ષમાં પગલા ઉઠાવામાં આવી શકે છે.
GST અને STT ને રાખાવમાં આવી શકે છે TER થી બાહર
બીજા ખાસ સામાચાર એ સામે આવી રહ્યા છે કે આ વખતે GST અને STT ને TER થી બાહર રાખવામાં આવશે. બીજા મુદ્દાઓ એ હતા કે TER રેશિયોની સ્કીમ લેવલ પર લાગૂ કરવામાં આવશે. તેને એએમસી લેવલ પર લાગૂ નહીં કરવામાં આવે. જો કે આ વખતે એએમસી લેવલ પર તે બદલાવ થતા જોવા મળી શકે છે. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે આ વખત ટીઈઆર પર નવા કંસલ્ટેશન પેપરથી મ્યૂચ્યુઅલ ઈંડસ્ટ્રીને રાહત મળતી જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)