પરાગ ઠક્કરનું કહેવુ છે કે ભારતમાં અત્યારે સૌથી મોટો મુદ્દે US સાથેની ટ્રેડ ડીલનો છે. ક્રેડિટ નોટ ખાસ ન રહેવાથી બેન્કિંગ અને NBFCsમાં થોડી ચિંતા છે. ભારતમાં સ્પેસિફિક કંપનીઓના પરિણામ આ ત્રિમાસિકમાં સુસ્ત રહેશે. Q2ના પરિણામને જોઈ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. ટેરિફ લાગ્યા બાદ ભારતથી FPIsની વેચવાલી વધી છે.
પરાગ ઠક્કરનું માનવું છે કે સરકાર, RBIના પ્રયત્નોથી આવનાર 18 વર્ષોમાં ભારતમાં તેજી વધશે. અમુક સિલેક્ટેડ NBFCs,PSU અને પ્રાઈવેટ બેન્ક પર ફોકસ કરવું. પ્રાઈવેટ બેન્કમાં HDFC અને ICICI બેન્ક લાંબાગાળા માટે ખરીદવા જોઈએ. NBFCsમાં Jio ફાઈનાન્શિયલમાં રોકાણ માટે ધ્યાન આપી શકાય.
પરાગ ઠક્કરના મુજબ આ ત્રિમાસિકમાં બેન્કિંગ અને NBFCsમાં બોટમ જોવા મળશે. રોકાણ માટે ફાઈનાન્શિયલ સેક્ટર પર ધ્યાન આપવું. સરકારનું જે ક્ષેત્ર પર ફોકસ વધી રહ્યું છે, તેમાં રોકાણ કરવું. મેટલ ક્ષેત્રમાં સતર્ક રહીને રોકાણ કરવાની સલાહ છે.