Broker's Top Picks: રિલાયન્સ, લ્યુપિન, એલજી ઈલેક્ટ્રોનિક્સ, મેક્સ હેલ્થ, પાઈપ કંપનીઓ છે બ્રોકરેજના રડાર પર
JP મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1727 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આ વર્ષ શેર 27% ઉછળ્યો, નિફ્ટીને આઉટપરફોર્મ કર્યું. બીજી કંપનીઓની સરખામણીએ વેલ્યુએશન આકર્ષક લાગે છે. કંપનીના અર્નિગ્સ ગ્રોથ આઉટલુક મજબૂત છે. 2026માં મોટા કેટેલિસ્ટ લાઈનમાં છે. જિયો IPO, ટેરિફ હાઈક, ન્યુ એનર્જી, રિટેલ બિઝનેસમાં મજબૂતી છે. રિફાઈનિંગ આઉટલુકમાં પણ સારો ગ્રોથ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર JP મૉર્ગન
JP મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1727 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આ વર્ષ શેર 27% ઉછળ્યો, નિફ્ટીને આઉટપરફોર્મ કર્યું. બીજી કંપનીઓની સરખામણીએ વેલ્યુએશન આકર્ષક લાગે છે. કંપનીના અર્નિગ્સ ગ્રોથ આઉટલુક મજબૂત છે. 2026માં મોટા કેટેલિસ્ટ લાઈનમાં છે. જિયો IPO, ટેરિફ હાઈક, ન્યુ એનર્જી, રિટેલ બિઝનેસમાં મજબૂતી છે. રિફાઈનિંગ આઉટલુકમાં પણ સારો ગ્રોથ છે.
લ્યુપિન પર જેફરિઝ
જેફરિઝે લ્યુપિન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 સુધી USથી $1 બિલિયન આવકની અપેક્ષા છે. FY27 સુધી USથી 24-25% EBITDAનો લક્ષ્યાંક છે. બાયોસિમિલર બિઝનેસમાં તેજી શક્ય છે. સ્પેશિયલિટી ઈન્વેસ્ટમેન્ટ યથાવત્ રહેશે. FY30 સુધી કોમ્પ્લેક્સ જેનેરિક અને સ્પેશિયલિટીથી 70% આવક શક્ય છે. ભરતીય બિઝનેસમાં પણ 200-300 bps આઉટપરફોર્મની અપેક્ષા છે.
LG ઈલેક્ટ્રોનિક્સ પર જેફરિઝ
જેફરિઝે LG ઈલેક્ટ્રોનિક્સ પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે શેર મજબૂત ડિસ્ક્રીશનરી PLAY થઈ રહી છે. માર્કેટ લીડર,પ્રીમિયમ બ્રાન્ડ,નવા લોન્ચ ડિસ્ટ્રીબ્યુશનનો સપોર્ટ છે. રિવર્ઝ કેશથી કંપનીના ગ્રોથને સપોર્ટ મળશે. શેર FY27ના 43x પર, ઈન્ડસ્ટ્રીની સરખામણીએ 10-15% ડિસ્કાઉન્ટ પર છે.
મેક્સ હેલ્થ પર સિટી
સિટીએ મેક્સ હેલ્થ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1460 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓક્યુપેન્સીમાં વધારો અને મજબૂત મિક્સથી ગ્રોથ વધશે. ઈન્શ્યોરન્સ કેશલેસ મુદ્દો પૂરી રીતે ઉકેલાઈ ગયો છે. કેન્દ્ર સરકાની હેલ્થ સ્કીમ રિવિઝનથી FY27માં ARPOB અને માર્જિન વધશે. Q3માં ત્રણ બ્રાઉન્ડફિલ્ડ પ્રોજેક્ટ શરૂ કરશે.
પાઈપ કંપનીઓ પર JP મૉર્ગન
JP મૉર્ગને પાઈપ કંપનીઓ પર સુપ્રીમ ઈન્ડસ્ટ્રીની સરખામણાીએ એસ્ટ્રલ પસંદ કર્યો છે. તેમનું કહેવુ છે કે 12 નવેમ્બરથી 9% થી વધુ ઘટી ચુક્યો છે એસ્ટ્રલનો શેર છે. PVC સ્પેસમાં અનિશ્ચિતા કાયમ, ડિમાન્ડ પણ ધીમી છે. સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ માટે ડિમાન્ડમાં રિકવરી અને PVCમાં સ્થિરતા અગત્યની છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.