Wall Street: શુક્રવારે મિશ્ર ટ્રેડિંગ સત્રમાં નાસ્ડેક રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો. માઇક્રોસોફ્ટના શેરમાં મજબૂત તેજીથી ઇન્ડેક્સને ટેકો મળ્યો. રોકાણકારો આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વની નીતિ બેઠક પર નજર રાખી રહ્યા છે. રોજગાર બજારમાં મંદીને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા લોકો રાખે છે.
ટેસ્લા અને અન્ય ટેક શેરોના કારણે નાસ્ડેક પાછલા સત્રના વધારાને લંબાવ્યો. ત્રણેય મુખ્ય યુએસ ઇન્ડેક્સ તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા. રોકાણકારો મંગળવાર અને બુધવારે ફેડની બેઠક પર નજર રાખી રહ્યા છે. વેપારીઓ યુએસ ફેડ વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે તેવી અપેક્ષા રાખે છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે રોજગાર દર લાંબા સમયથી નબળો રહ્યો છે. બીજી બાજુ, ફુગાવાની ચિંતા ઓછી થઈ રહી છે.
"ગઈકાલે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, તેથી રોકાણકારો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. હવે બુધવાર સુધી કોઈ મોટો ડેટા આવવાનો નથી. આ એક પ્રકારનું "વોચ એન્ડ વેઇટ" માર્કેટ છે," CFRA રિસર્ચના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર સેમ સ્ટોવોલે જણાવ્યું હતું.
ગઈકાલે માઈક્રોસોફ્ટનો શેર 1.8% વધ્યો હતો. ટેક જાયન્ટે ટીમ્સ સિવાય તેના અન્ય ઓફિસ ઉત્પાદનો માટે ગ્રાહકોને ઓછી કિંમતો ઓફર કરીને યુરોપિયન યુનિયન તરફથી સંભવિત દંડ ટાળ્યો છે.
ટેસ્લાના બોર્ડ અધ્યક્ષ રોબિન ડેનહોમે સીઈઓ એલોન મસ્કની રાજકીય પ્રવૃત્તિઓ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીના વેચાણને અસર કરશે તેવી ચિંતાઓને ફગાવી દીધા પછી ટેસ્લાના શેરમાં 7.4 ટકાનો વધારો થયો હતો. શુક્રવારના વધારા છતાં, 2025માં ટેસ્લાનો શેર અત્યાર સુધીમાં 2 ટકા નબળો પડ્યો છે.
ગોલ્ડમેન સૅક્સ અને પેઇન્ટ નિર્માતા શેરવિન-વિલિયમ્સમાં ઘટાડો થતાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લાલ નિશાનમાં હતો. S&P 500 માં થોડો ઘટાડો થયો હતો.
મિશિગન યુનિવર્સિટીના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને યુએસ ગ્રાહક ભાવનામાં ઘટાડો થયો હતો. ગ્રાહકો વ્યવસાયિક પરિસ્થિતિઓ, શ્રમ બજાર અને ફુગાવા માટે વધતા જોખમો અનુભવે છે.
શુક્રવારે S&P 500 0.05 ટકા ઘટીને 6,584.29 પર બંધ થયો. નાસ્ડેક ઇન્ડેક્સ 0.45 ટકા વધીને 22,141.10 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ઇન્ડેક્સ 0.59 ટકા ઘટીને 45,834.22 પોઈન્ટ પર બંધ થયો.
11 S&P 500 સેક્ટોરિયલ ઈંડેક્સોમાંથી સાત ઘટ્યા હતા. આ ઘટાડામાં હેલ્થ સર્વિસ સૌથી આગળ રહ્યુ. આ ઈન્ડેક્સમાં 1.13% ઘટાડો થયો. ત્યારબાદ મટિરિયલ્સમાં 0.97% ઘટાડો જોવા મળ્યો.