ઇક્વિટી બજાર ધૈર્ય બનાવી રાખવા વાળા રોકાણકારોને નિરાશ કરતું નથી. ઇક્વિટી માર્કેટમાં લાંબા ગાળાના નજરીયાથી રોકાણ કરીને જ સારા પૈસા બનાવી શકાય છે. Marcellus Investment Managers ના ફાઉંડર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સૌરભ મુખર્જીએ તાજેતરમાં મુંબઇમાં યોજાયેલી PMS માર્કેટની PMS&AIF સમિટમાં જણાવ્યું હતું કે છેલ્લા 20 અને 30 વર્ષોમાં, ભારત લાંબા ગાળામાં સૌથી વધારે વળતરમાં (ડોલરમાં) આપવા વાળાની યાદીમાં ક્રમશ: બીજા અને પાંચ નંબર પર છે. ભારતીય ઇક્વિટી માર્કેટમાં આવેલી તેજીથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સને ઘણો ફાયદો થયો છે. ભારતના 40 લાખ કરોડ રૂપિયાના MF ઉદ્યોગમાં 31 ઇક્વિટી ડાઇવર્સિફાઇડ સ્કીમ્સ છે જેણે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. અહીં અમે એવા ઇક્વિટી ડાઇવર્સિફાઇડ ફંડ્સની સૂચિ આપી રહ્યા છીએ જેમણે છેલ્લા 25 વર્ષમાં SIP દ્વારા રોકાણ કરાયેલી રકમને 28 ગણી સુધી વધારી દીધી છે. આ વાર્તા વાંચતી વખતે, ધ્યાનમાં રાખો કે ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યના પરિણામોનું સૂચક નથી. (સ્ત્રોત: ACEMF)
Nippon India Growth Fund: તેનું જુનુ નામ Reliance Growth Fund હતુ. તે એક મિડકેપ ઓરિએંટેડ ફંડ છે. આ ફંડના મેનેજર આર જાણકીરામન છે. જો કોઈએ 25 વર્ષ પહેલા આ ફંડમાં 10000 રૂપિયા દર મહીનાની એસઆઈપી શરૂ કરી હોત અને અત્યાર સુધી એસઆઈપી ચાલુ રાખી હોય તો તેને આ સમય 8.9 કરોડ રૂપિયા મળત. તેનો મતલબ એ છે કે તેની રોકાણ કરેલી રકમમાં 28 ગણો વધારો થઈ ગયો હોત.
Franklin India Prima Fund: આ ભારતની સૌથી જુની પ્રાઈવેટ સેક્ટર ઈનવેસ્ટેડ સ્કીમ છે. આ પણ મિડકેપ ઓરિએન્ટેડ ફંડ છે. આ ફંડના મેનેજર સુનિલ સિંઘિયન છે. જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોત અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત તો તેને આ સમયે 7.4 કરોડ રૂપિયા મળ્યા હોત. તેનો મતલબ એ છે કે તેની રોકાણ કરેલી રકમ 23 ગણી વધી ગઈ હોત.
HDFC TaxSaver: આ એક લાર્જકેપ ઓરિએન્ટેડ ટેક્સ સેવિંગ ફંડ છે. જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત તો તેને આ સમયે 7.2 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 23 ગણી વધી ગઈ હશે.
HDFC Flexi Cap Fund: આ એક ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ છે. જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોત અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત તો તેને આ સમયે 6.9 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો અર્થ એ થયો કે તેની રોકાણ કરેલી રકમમાં 22 ગણો વધારો થયો હશે.
Franklin India Flexi Cap Fund: જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત તો તેને આ સમયે 5.8 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 18 ગણી વધી ગઈ હશે.
HDFC Top 100 Fund: આ લાર્જકેપ ઓરિએન્ટેડ ફંડ છે. જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત તો તેને આ સમયે 4.8 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો અર્થ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 15 ગણી વધી ગઈ હશે.
Tata Mid Cap Growth Fund: આ મિડકેપ ઓરિએન્ટેડ ફંડ છે. જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોત અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત તો તેને આ સમયે 4.8 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 15 ગણી વધી ગઈ હશે.
SBI Long Term Equity Fund: જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોય, તો તેને આ સમયે 4.6 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 14.3 ગણી વધી ગઈ હશે.
DSP Flexi Cap Fund: જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોય, તો તેને આ સમયે 4.8 કરોડ રૂપિયા મળ્યા હોત. તેનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 14 ગણી વધી ગઈ હશે.
Tata Large & Mid Cap Fund: જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત, તો તેને આ સમયે 4.5 કરોડ રૂપિયા મળ્યા હોત. તેનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 14 ગણી વધી ગઈ હશે.
Nippon India Vision Fund: જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત, તો તેને આ સમયે 4.6 કરોડ રૂપિયા મળ્યા હોત. તેનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 14 ગણી વધી ગઈ હશે.
SBI Large & Midcap Fund: જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલા આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોય, તો તેને આ સમયે 4.5 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 13.7 ગણી વધી ગઈ હશે.
Tata India Tax Savings Fund: જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલાં આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોય, તો તેને આ સમયે 4.3 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 13.4 ગણી વધી ગઈ હશે.
ICICI Pru Multicap Fund: જો કોઈ વ્યક્તિએ 25 વર્ષ પહેલાં આ ફંડમાં દર મહિને 10000 રૂપિયાની SIP શરૂ કરી હોય અને અત્યાર સુધી SIP ચાલુ રાખી હોત, તો તેને આ સમયે 4.1 કરોડ રૂપિયા મળ્યા હોત. આનો મતલબ એ થયો કે તેની રોકાણ કરેલી રકમ 12.6 ગણી વધી ગઈ હશે.