Debt fund new rule: એસેટ મેનેજમેન્ટ કંપનીઓ ફરીથી આંતરરાષ્ટ્રીય ફંડ કર્યા ઓપન, 31 માર્ચ સુધી ટેક્સ બેનિફિટ મેળવી શકશે - debt fund new rule amc re open schemes to let investors enjoy tax benefits till march | Moneycontrol Gujarati
Get App

Debt fund new rule: એસેટ મેનેજમેન્ટ કંપનીઓ ફરીથી આંતરરાષ્ટ્રીય ફંડ કર્યા ઓપન, 31 માર્ચ સુધી ટેક્સ બેનિફિટ મેળવી શકશે

1 એપ્રિલ, 2023થી અમલમાં આવનાર નવા ડેટ ફંડ નિયમો વચ્ચે વિવિધ ફંડ હાઉસે આ સ્ટેપ ભર્યું છે. નવા નિયમો અનુસાર, ભારતીય કંપનીઓના ઇક્વિટી શેરમાં 35% થી વધુ રોકાણ ન કરતા મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી નફો હવે શોર્ટ ટર્મ કેપિટલ બેનિફિટ તરીકે ગણવામાં આવશે.

અપડેટેડ 10:27:41 AM Mar 28, 2023 પર
Story continues below Advertisement

Debt fund new rule: એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) એ ટેક્સના નવા સ્ટાડર્ડ પહેલા તેમના આંતરરાષ્ટ્રીય ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું ફરી શરૂ કર્યું છે. એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડે સબ્સ્ક્રિપ્શન માટે 7 આંતરરાષ્ટ્રીય ફંડ ફરીથી ઓપન કર્યા છે. તો MIRAE ASSETએ 27 માર્ચથી વન-ટાઈમ ટ્રાન્ઝેક્શન માટે 6 વિદેશી ફંડ્સ અને 29 માર્ચથી વર્તમાન સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) ફરીથી ખોલ્યા છે. તો ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે પણ તેના કેટલાક ફંડ્સમાં વન-ટાઇમ સબસ્ક્રિપ્શન લેવાનું શરૂ કર્યું છે.

શું છે નવો નિયમ?

1 એપ્રિલ, 2023થી અમલમાં આવનાર નવા ડેટ ફંડ નિયમો વચ્ચે વિવિધ ફંડ હાઉસે આ સ્ટેપ ભર્યું છે. નવા નિયમો મુજબ, ભારતીય કંપનીઓના ઇક્વિટી શેરમાં 35 ટકાથી વધુ ઇન્વેસ્ટ ન કરતા મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી નફો હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગુ થવા જઈ રહ્યો છે.


ઉપરાંત, ત્રણ વર્ષથી વધુ સમયથી રાખવામાં આવેલા ડેટ ફંડ્સને હવે ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળશે નહીં. ઉપરાંત, તેઓ 20 ટકા ટેક્સ રેટ માટે એલિજીબલ રહેશે નહીં. આ તમામ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્ટરનેશનલ ફંડ્સ, ગોલ્ડ ફંડ્સ, ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ, ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ જેમ કે ભારત બોન્ડ્સ તેમજ ફંડ્સ ઑફ ફંડ્સ (FoFs) પર લાગુ થશે.

31 માર્ચ સુધી છે મોકો

નવો નિયમ અમલમાં આવવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે ત્યારે ફંડ હાઉસે ઇનફ્લો વધારવા માટે સબસ્ક્રિપ્શન ખોલ્યું છે. નિષ્ણાંતો ઇન્વેસ્ટકારોને ઇન્ડેક્સેશન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) બેનિફિટનો દાવો કરવા માટે 31 માર્ચ, 2023 સુધી ઉપલબ્ધ આ વિન્ડોનો ઉપયોગ કરવા કહે છે. ઈન્ડેક્સેશન ઇન્વેસ્ટર્સ માટે ટેક્સ ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તે ફુગાવાના આધારે ટેક્સની ગણતરી કરે છે.

શું કહે છે નિષ્ણાતો?

CNBC બજાર સાથે વાત કરતાં, અરિહંત બરડિયા, CIO અને સ્થાપક, Valtrustએ જણાવ્યું હતું કે, "હવે વ્યાજ દર તેની ટોપ પર છે, 31 માર્ચ, 2023 પહેલાં ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું એ વધુ સારો નિર્ણય હશે."

એડલવાઈસ AMCના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાધિકા રાવે કહ્યું કે સરકારના આ નિર્ણયની વિપરીત અસર થશે. "ડેટ ફંડ્સ અમારા પોર્ટફોલિયોનો મુખ્ય હિસ્સો બનાવે છે. આના દ્વારા બોન્ડ માર્કેટમાં ઘણાં પૈસા જતા હતા, બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી લાંબા સમયથી એક મોટી પ્રોબ્લેમ રહી છે. આનાથી લાંબા ગાળાના બોન્ડ ઇન્વેસ્ટર્સને અસર થશે.

આ પણ વાંચો - EPFO: શું EPF પર વ્યાજ દર 8% કરતા હોઈ શકે ઓછો ? EPFO બોર્ડની આજની બેઠકમાં લેવાશે નિર્ણય

MoneyControl News

MoneyControl News

First Published: Mar 28, 2023 10:27 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.