Flexi Cap Vs Multi Cap મ્યુચ્યુઅલ ફંડ: નવા રોકાણકારો માટે કયું છે બેસ્ટ? | Moneycontrol Gujarati
Get App

Flexi Cap Vs Multi Cap મ્યુચ્યુઅલ ફંડ: નવા રોકાણકારો માટે કયું છે બેસ્ટ?

ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડ બંને પોતાની રીતે ફાયદાકારક છે, પરંતુ તમારી રિસ્ક લેવાની ક્ષમતા અને ફાઇનાન્શિયલ ગોલ પર આધાર રાખે છે કે તમારે કયું ફંડ પસંદ કરવું. નવા રોકાણકારો માટે ફ્લેક્સી કેપ ફંડ ઓછું જોખમી અને સ્થિર વિકલ્પ છે, જ્યારે મલ્ટી કેપ ફંડ ઊંચા જોખમની સાથે વધુ રિટર્નની સંભાવના ધરાવે છે.

અપડેટેડ 07:29:47 PM Jun 09, 2025 પર
Story continues below Advertisement
મલ્ટી કેપ ફંડ: આ ફંડમાં લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપમાં સમાન રોકાણ ફરજિયાત હોવાથી, સ્મોલ-કેપ સ્ટોક્સના કારણે જોખમ વધી જાય છે.

શેરબજારમાં અસ્થિરતા હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો રસ ઘટ્યો નથી. દર મહિને SIP દ્વારા હજારો કરોડ રૂપિયા વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ થઈ રહ્યા છે. ખાસ કરીને ફ્લેક્સી કેપ ફંડ અને મલ્ટી કેપ ફંડમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ નવા રોકાણકારો માટે એક મોટો પ્રશ્ન છે – ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ ફંડમાંથી કયું પસંદ કરવું? રિસ્ક અને રિટર્નની દૃષ્ટિએ કયું વધુ સારું છે?

ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડ: શું છે તફાવત?

ફ્લેક્સી કેપ ફંડ: આ ફંડમાં ફંડ મેનેજરે કુલ એસેટના ઓછામાં ઓછા 65% ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવું પડે છે. ફંડ મેનેજરને લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ સ્ટોક્સમાં રોકાણની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. આ ફેક્સિબ્લિટી ફંડ મેનેજરને બજારની સ્થિતિ અનુસાર પોર્ટફોલિયોને ગોઠવવાની છૂટ આપે છે.


મલ્ટી કેપ ફંડ: આ ફંડે કુલ એસેટના ઓછામાં ઓછા 75% ઇક્વિટીમાં રોકાણ કરવું પડે છે. ખાસ વાત એ છે કે લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપમાં દરેકમાં ઓછામાં ઓછું 25% રોકાણ ફરજિયાત છે. આનાથી ફંડ બજારના તમામ સેગમેન્ટમાં વૈવિધ્યકરણ ધરાવે છે.

રિસ્ક અને રિટર્નની દૃષ્ટિએ તુલના

ફ્લેક્સી કેપ ફંડ: આ ફંડમાં ફંડ મેનેજર પાસે રોકાણની ફેક્સિબ્લિટી હોવાથી, તેઓ બજારની અનિશ્ચિતતામાં લાર્જ-કેપ અને મિડ-કેપ જેવા સ્થિર સેગમેન્ટમાં વધુ રોકાણ કરી શકે છે. લાર્જ-કેપ સ્ટોક્સ સ્થિરતા આપે છે, જ્યારે મિડ-કેપ સ્ટોક્સ મધ્યમ વૃદ્ધિની સંભાવના ધરાવે છે. આનાથી ફ્લેક્સી કેપ ફંડને ઓછું જોખમી ગણવામાં આવે છે.

મલ્ટી કેપ ફંડ: આ ફંડમાં લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપમાં સમાન રોકાણ ફરજિયાત હોવાથી, સ્મોલ-કેપ સ્ટોક્સના કારણે જોખમ વધી જાય છે. સ્મોલ-કેપ સ્ટોક્સ ઊંચું રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેમાં અસ્થિરતા પણ વધુ હોય છે.

કયું ફંડ તમારા માટે યોગ્ય?

નવા રોકાણકારો માટે: જો તમે નવા રોકાણકાર છો અને ઓછું જોખમ લેવા માંગો છો, તો ફ્લેક્સી કેપ ફંડ વધુ સારો વિકલ્પ છે. આ ફંડમાં ફંડ મેનેજર બજારની સ્થિતિ અનુસાર પોર્ટફોલિયોને સ્થિર રાખવા માટે ગોઠવણ કરી શકે છે. આનાથી રિસ્ક ઓછું રહે છે અને સ્થિર રિટર્નની સંભાવના વધે છે.

ઊંચું જોખમ લેનારાઓ માટે: જો તમે ઊંચું જોખમ લઈ શકો છો અને બજારના તમામ સેગમેન્ટમાં વૈવિધ્યકરણ ઇચ્છો છો, તો મલ્ટી કેપ ફંડ તમારા માટે યોગ્ય છે. આ ફંડ લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપમાં સમાન રોકાણ દ્વારા ઊંચા રિટર્નની સંભાવના આપે છે, પરંતુ જોખમ પણ વધારે છે.

બજારની વર્તમાન સ્થિતિમાં શું પસંદ કરવું?

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના વર્તમાન માહોલમાં, લાર્જ-કેપ અને મિડ-કેપમાં વધુ રોકાણ ધરાવતા પોર્ટફોલિયો સ્થિરતા થશે. આ દૃષ્ટિએ, ફ્લેક્સી કેપ ફંડ નવા રોકાણકારો માટે વધુ સલામત અને યોગ્ય વિકલ્પ છે. બીજી તરફ, મલ્ટી કેપ ફંડ તેમના માટે યોગ્ય છે જેઓ ઊંચું જોખમ લઈ શકે છે અને લાંબા ગાળાના ઊંચા રિટર્નની અપેક્ષા રાખે છે.

રોકાણ પહેલાં શું ધ્યાન રાખવું?

રિસ્ક પ્રોફાઇલ: તમે કેટલું જોખમ લઈ શકો છો તેનું મૂલ્યાંકન કરો.

ફાઇનાન્શિયલ ગોલ: તમારા રોકાણનો ઉદ્દેશ શું છે? ટૂંકા ગાળાનું રિટર્ન કે લાંબા ગાળાની વૃદ્ધિ?

ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ: ફંડ મેનેજરનું પાસ્ટ પરફોર્મન્સ અને ફંડનું એક્સપેન્સ રેશિયો ચેક કરો.

SIPનો વિકલ્પ: નિયમિત રોકાણ માટે SIP શરૂ કરવું એ સલામત અને અસરકારક વિકલ્પ છે.

ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડ બંને પોતાની રીતે ફાયદાકારક છે, પરંતુ તમારી રિસ્ક લેવાની ક્ષમતા અને ફાઇનાન્શિયલ ગોલ પર આધાર રાખે છે કે તમારે કયું ફંડ પસંદ કરવું. નવા રોકાણકારો માટે ફ્લેક્સી કેપ ફંડ ઓછું જોખમી અને સ્થિર વિકલ્પ છે, જ્યારે મલ્ટી કેપ ફંડ ઊંચા જોખમની સાથે વધુ રિટર્નની સંભાવના ધરાવે છે. રોકાણ પહેલાં નાણાકીય સલાહકારની મદદ લો અને તમારા ગોલને અનુરૂપ ફંડ પસંદ કરો.

આ પણ વાંચો-પોસ્ટ ઓફિસમાં 3,00,000નું રોકાણ કરો અને મેળવો 44,664નું નિશ્ચિત વ્યાજ: સ્કીમની સંપૂર્ણ વિગતો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 09, 2025 7:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.