Mutual Fund SIP: છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં મોટો ઘટાડો થયો છે પરંતુ નાણાકીય નિષ્ણાતોએ SIP બંધ કરવાની સલાહ આપી નથી. આનો અર્થ એ થાય કે બજારમાં ગમે તેટલો વધારો થાય કે ઘટાડો થાય, વ્યક્તિએ SIP ચાલુ રાખવું જોઈએ. SIP હંમેશા લાંબા ગાળે ઉત્તમ રિટર્ન મેળવવામાં મદદ કરે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો તમારે કરોડપતિ બનવું હોય એટલે કે 1 કરોડ રૂપિયા બચાવવા હોય, તો 5000 કે 10,000 રૂપિયાની SIP સાથે કેટલા વર્ષ લાગશે?