સપ્ટેમ્બર 2024 દરમિયાન ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં કુલ રુપિયા 34,419 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, ઓગસ્ટ 2014ના રોકાણ કરતાં આ 10 ટકા ઓછું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાએ આ માહિતી આપી હતી. સપ્ટેમ્બર દરમિયાન, ક્ષેત્ર આધારિત ભંડોળ અને મોટી કંપનીઓના ભંડોળમાં રોકાણમાં ભારે ઘટાડો થવાને કારણે માસિક સ્તરે ઘટાડો થયો છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) દ્વારા ગુરુવારે જારી કરાયેલ સપ્ટેમ્બરના ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર, 2024 એ ઇક્વિટી ફંડ્સમાં ચોખ્ખો નાણાપ્રવાહનો સતત 43મો મહિનો હતો.