ઓગસ્ટમાં રોકાણકારોએ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રુપિયા 38,239 કરોડ મૂક્યા, બિઝનેસનું AUM નવા ઓલટાઇમ હાઈ પર પહોંચ્યો
કોટક મહિન્દ્રા AMCના નેશનલ હેડ (સેલ્સ, માર્કેટિંગ અને ડિજિટલ બિઝનેસ) મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, “SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અને NFO (ન્યૂ ફંડ ઑફરિંગ) પ્રવાહ સાથે નેટ પ્રવાહ પ્રોત્સાહક બની રહ્યો છે. NFOને કારણે યોજનાઓની થીમેટિક કેટેગરીમાં મજબૂત ઈનફ્લો જોવા મળ્યો હતો.
એકંદરે, ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં રુપિયા 1.08 લાખ કરોડનું રોકાણ આવ્યું હતું.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટમાં પણ તેમનો વેગ ચાલુ રાખ્યો હતો અને થીમ આધારિત સ્કીમોના વિશાળ યોગદાનને કારણે તેમાં રુપિયા 38,239 કરોડનું રોકાણ આકર્ષ્યું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ)ના ડેટા અનુસાર, જુલાઈના રુપિયા 37,113 કરોડના ચોખ્ખા પ્રવાહની સરખામણીમાં ઓગસ્ટમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈક્વિટી ફંડમાં ચોખ્ખો પ્રવાહ સતત 42 મહિનાથી ચાલુ છે.
SIP અને NFO મ્યુચ્યુઅલ ફંડમાં પ્રભુત્વ જાળવી રાખે છે
કોટક મહિન્દ્રા AMCના નેશનલ હેડ (સેલ્સ, માર્કેટિંગ અને ડિજિટલ બિઝનેસ) મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, “SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અને NFO (ન્યૂ ફંડ ઑફરિંગ) પ્રવાહ સાથે નેટ પ્રવાહ પ્રોત્સાહક બની રહ્યો છે. NFOને કારણે યોજનાઓની થીમેટિક કેટેગરીમાં મજબૂત ઈનફ્લો જોવા મળ્યો હતો. "NFOs એ રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં એકીકૃત રકમની ફાળવણી કરવા માટે પ્રિફર્ડ મોડ હોવાનું જણાય છે કારણ કે આ સ્કીમો નિર્ધારિત સમયગાળામાં રોકાણ કરવાની સુગમતા પ્રોવાઇડ કરે છે."
ઈન્ડસ્ટ્રીની AUM રુપિયા 66.7 લાખ કરોડની નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચી
એકંદરે, ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં રુપિયા 1.08 લાખ કરોડનું રોકાણ આવ્યું હતું, જ્યારે જુલાઈમાં આ આંકડો રુપિયા 1.9 લાખ કરોડ હતો. આ રોકાણો સાથે, બિઝનેસની AUM ઓગસ્ટના અંતે વધીને રુપિયા 66.7 લાખ કરોડની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે, જે જુલાઈના અંતે રુપિયા 65 લાખ કરોડ હતી.
ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ રુપિયા 18,117 કરોડની રકમ થીમેટિક ફંડમાં આવી
ઇક્વિટી સ્કીમ્સ, સેક્ટર અથવા થીમેટિક ફંડ્સે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ રુપિયા 18,117 કરોડનું ચોખ્ખું રોકાણ આકર્ષ્યું હતું. જોકે, જુલાઈમાં રુપિયા 18,386 કરોડ અને જૂનમાં રુપિયા 22,352 કરોડની સરખામણીએ આ સેગમેન્ટમાં રોકાણ ઓછું હતું. ઓગસ્ટમાં ડેટ સ્કીમ્સમાં રુપિયા 45,169 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું, જે અગાઉના મહિનાના રુપિયા 1.2 લાખ કરોડ કરતાં 62 ટકા ઓછું છે.