જો તમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લગતી કંપનીઓમાં એક્સપોઝર લેવા માંગતા હો, તો મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીએ મોતીલાલ ઓસવાલ મેન્યુફેક્ચરિંગ ફંડના નામથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લગતા એક નવું થીમેટિક ફંડ લોન્ચ કરવા જઈ રહી છે જે એક ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ હશે .
મોતીલાલ ઓસ્વાલ મેન્યુફેક્ચરિંગ ફંડનું NFO (નવું ફંડ ઑફરિંગ) 19 જુલાઈ, 2024ના રોજ અરજીઓ માટે ખુલશે અને રોકાણકારો આ NFOમાં 2 ઓગસ્ટ, 2024 સુધી અરજી કરી શકશે. મોતીલાલ ઓસ્વાલ મેન્યુફેક્ચરિંગ ફંડનો ઉદ્દેશ્ય લાંબા ગાળાની મૂડી નિર્માણમાં રોકાણકારોને મદદ કરવા માટે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં રોકાયેલી કંપનીઓના ઇક્વિટી સાધનોમાં રોકાણ કરવાનો છે.
મોતીલાલ ઓસ્વાલ મેન્યુફેક્ચરિંગ ફંડ નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ટોટલ રિટર્ન ઈન્ડેક્સના બેન્ચમાર્ક પર આધારિત હશે. જો આપણે આ ફંડની પોર્ટફોલિયો વ્યૂહરચના પર નજર કરીએ, તો ફંડનું ફોકસ મેન્યુફેક્ચરિંગ પોર્ટફોલિયોમાં હાઇ ગ્રોથની થીમ ધરાવતા 35 સ્ટોકને ઓળખવા અને તેમાં રોકાણ કરવાનું રહેશે જે મૂડી ખર્ચ સર્કલથી લાભ મેળવશે. ફંડનો ઉદ્દેશ્ય દરેક મેન્યુફેક્ચરિંગ સ્ટોકમાં 80થી 100 ટકા એક્સપોઝર સાથે સુસંતુલિત પોર્ટફોલિયો બનાવવાનો રહેશે.
મેન્યુફેક્ચરિંગ ફંડના લોન્ચ પર, મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના MD - CEO, પ્રતિક અગ્રવાલે જણાવ્યું હતું કે, ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને મજબૂત સ્થાનિક આર્થિક સ્થિતિ ભારતને વ્યૂહાત્મક રીતે ઉભરતા ઉત્પાદન હબમાં સામેલ કરવામાં મદદ કરી રહી છે. આ સેક્ટરમાં લોકોનો રસ વધવા જઈ રહ્યો છે, જેના કારણે 2031 સુધીમાં ભારતની નિકાસ જીડીપીના 4.5 ટકા થઈ જશે, જે હાલમાં 1.5 ટકા છે. તેમણે કહ્યું કે સરકારે 2025 સુધીમાં ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટના 25 ટકા પ્રોડક્શનનું ટાર્ગેટ રાખ્યું છે. તેમણે કહ્યું કે ચીનમાંથી ઉત્પાદન ખસેડવાથી ભારતને પણ ફાયદો થશે. CIO નિકેત શાહે જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ફોકસ્ડ ફંડ રોકાણકારોના પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન લાવવામાં મદદ કરશે.