Mutual Fund Expense Ratio: રોકાણની દુનિયામાં મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ વચ્ચે માર્કેટ નિયામક SEBIએ ફંડ હાઉસની ફીના માળખામાં મોટા ફેરફારનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ અમલમાં આવે તો રોકાણકારોના ખિસ્સાને સીધી રાહત મળશે.
Mutual Fund Expense Ratio: રોકાણની દુનિયામાં મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ વચ્ચે માર્કેટ નિયામક SEBIએ ફંડ હાઉસની ફીના માળખામાં મોટા ફેરફારનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ અમલમાં આવે તો રોકાણકારોના ખિસ્સાને સીધી રાહત મળશે.
SEBIએ એક કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે, જેમાં 17 નવેમ્બર સુધી સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યા છે. આ પ્રસ્તાવ મુજબ ઓપન એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો બેઝ એક્સપેન્સ રેશિયો 15 બેસિસ પોઇન્ટ (0.15%) અને ક્લોઝ એન્ડેડ ઇક્વિટી ફંડનો 25 બેસિસ પોઇન્ટ (0.25%) ઘટશે.
મુખ્ય ફેરફારો
- 5 bpsનો વધારાનો ચાર્જ ખતમ
- 2012માં એક્ઝિટ લોડના નિયમ બદલાતાં ફંડ હાઉસને આ 5 bps વસૂલવાની મંજૂરી મળી હતી. SEBI હવે આ જ ચાર્જ પૂરો દૂર કરવા માંગે છે.
- ટેક્સ અને ચાર્જ TERની બહાર
- STT, GST, સ્ટેમ્પ ડ્યુટી, CTT જેવા તમામ સરકારી ટેક્સને ટોટલ એક્સપેન્સ રેશિયો (TER)ની મર્યાદામાંથી બહાર રાખવાનો પ્રસ્તાવ છે.
-બ્રોકરેજ-ટ્રાન્ઝેક્શન કોસ્ટમાં કાપ
- કેશ માર્કેટ ટ્રાન્ઝેક્શન: 12 bps → 2 bps
- ડેરિવેટિવ્ઝ ટ્રેડ: 5 bps → 1 bps
ડબલ ચાર્જિંગ પર રોક
ઘણી વખત રોકાણકારો બે વખત ચૂકવણું કરે છે, એક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફી તરીકે, બીજું બ્રોકરેજ-ટ્રાન્ઝેક્શન કોસ્ટ તરીકે. SEBI આ ડબલ ચાર્જિંગ બંધ કરવા માગે છે. ફંડ હાઉસે TERનો સંપૂર્ણ બ્રેકઅપ આપવો પડશે, દરેક ખર્ચની સ્પષ્ટ માહિતી સાથે.
આ પ્રસ્તાવો અમલમાં આવે તો રોકાણકારોનું રિટર્ન વધશે, કારણ કે ઓછી ફીનો અર્થ એટલે વધુ નેટ લાભ. SEBIએ જણાવ્યું કે આ ફેરફારથી ફંડ ઉદ્યોગની કાર્યક્ષમતા પણ વધશે. જો તમે પણ આ પ્રસ્તાવ પર તમારો અભિપ્રાય આપવા માંગો છો, તો 17 નવેમ્બર 2025 પહેલાં SEBIની વેબસાઇટ પર રજૂઆત કરી શકો છો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.