મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોએ યોગ્ય SIPની પસંદગી કરવાનું મહત્વ સમજો | Moneycontrol Gujarati
Get App

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોએ યોગ્ય SIPની પસંદગી કરવાનું મહત્વ સમજો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ સિસ્ટમેટિક ઈનવેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે. પરંતુ કયા પ્રકારની એસઆઈપી પસંદગી કરવી એ પણ મહત્વનો નિર્ણય છે. એસઆઈપીનાં પણ કુલ છ પ્રકાર છે. પરિણામે કયા વેરિયેન્ટ્સની એસઆઈપી રોકાણકાર માટે યોગ્ય છે એ સમજવુ જોઈએ

અપડેટેડ 03:47:12 PM Aug 26, 2023 પર
Story continues below Advertisement
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ સિસ્ટમેટિક ઈનવેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ સિસ્ટમેટિક ઈનવેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે. પરંતુ કયા પ્રકારની એસઆઈપી પસંદગી કરવી એ પણ મહત્વનો નિર્ણય છે. એસઆઈપીનાં પણ કુલ છ પ્રકાર છે. પરિણામે કયા વેરિયેન્ટ્સની એસઆઈપી રોકાણકાર માટે યોગ્ય છે એ સમજવુ જોઈએ.

એક રોકાણકાર જે અઠવાડિયે, મહિને અથવા ત્રિમાસિક ગાળામાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરતો હોય તો આ એક પ્રકારની રેગ્યુલર એસઆઈપી ગણાય. મોટા ભાગના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં આ રીતે જ રોકાણ કરે છે. સમયની સાથે પોર્ટફોલિયો મજબૂત પણ બને છે પરંતુ રોકાણકારોએ નિયમિત રોકાણની રકમમાં ફેરફાર પણ કરવા જોઈએ. જો એક રકમનું રોકાણ નિયમિત કરવુ જ હોય તો પર્પેચ્યુઅલ એસઆઈપીનો માર્ગ અપનાવવવો જોઈએ.

પર્પેચ્યુઅલ એસઆઈપીમાં એસઆઈપી ફોર્મ ભરીને ચોક્કસ સમયગાળો અને રકમ નક્કી કરવાની હોય છે. ધારો કે, રોકાણકારે 10 હજાર રૂપિયાની રકમ નક્કી કરી તો નિયમિત આ રકમનું રોકાણ ઓટોમેટિક થતુ રહેશે. તેથી એસઆઈપી રિન્યુઅલની પ્રક્રિયા કરવાની મહેનત રહેતી નથી. આમાં એક ચોક્કસ રકમ કપાતી રહે છે જ્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર રોકાણ બંધ ન કરે. જે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારની લાંબા ગાળાની વ્યૂહરચના નક્કી ન હોય તેમણે પર્પેચ્યુઅલ એસઆઈપીનો માર્ગ અપનાવવો જોઈએ.


Mutual funds રોકાણકારના મૃત્યુ બાદ મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું શું થાય છે?

ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ ગૃહો સિંગલ એસઆઈપી ટ્રાન્ઝેકશન્સમાં મલ્ટી અથવા કોમ્બો એસઆઈપીની પરવાનગી આપે છે. આમાં રોકાણકાર એક જ એસઆઈપીના માધ્યમે ફંડ ગૃહની વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરી શકે છે.

કોમ્બો એસઆઈપીમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનો સેટ તૈયાર જ હોય છે. જોકે, આમાં એક સમસ્યા એ હોય છે કે કોઈ એક સ્કીમની કામગીરી સારી હોય એ જ સમયગાળામાં બીજી સ્કીમની કામગીરી પણ સારી હોય એ જરૂરી નથી. તેથી કોમ્બો એસઆઈપીની પસંદગી કરતા પહેલા રોકાણકારોએ તેમાં કઈ સ્કીમ્સ છે તેનું પુરતુ અવલોકન કરી લેવુ જોઈએ. જે રોકાણનો લક્ષ્ય હોય તે કોમ્બો એસઆઈપીથી પુરો થાય છે કે નહીં એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ સમજી લેવુ જોઈએ.

જો રોકાણકાર નોકરિયત વ્યક્તિ હોય તે તેણે સ્ટેપ-અપ એસઆઈપી અથવા ટોપ-અપ એસઆઈપી કરવી જોઈએ. આ વિકલ્પમાં રોકાણકારોએ જે રકમ એસઆઈપી માટે નક્કી કરી હોય તેમાં ઓટોમેટિક વધારો થતો રહે છે. પરંતુ આવકનો સ્રોત નિયમિત હોવો જરૂરી છે. જો આવકમાં વધઘટ થતી રહેતી હોય તેવા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર માટે સ્ટે-અપ એસઆઈપી યોગ્ય વિકલ્પ નથી.

આ સિવાય એસઆઈપીમાં ફ્લેક્સી એસઆઈપીનો પણ વિકલ્પ છે. આમાં નીચા મથાળે લેવાલી કરીને ઉંચા સ્તરે વેચવાલીનો કન્સેપ્ટ અપનાવવામાં આવે છે. બજારની મુવમેન્ટનાં હિસાબે આમાં સમયાંતરે રોકાણ કરવામાં આવે છે. રોકાણ કરવા માટે વિવિધ પરિબળોનું અવલોકન કરવામાં આવે છે જેમ કે પ્રાઈસ-ટુ-અર્નિંગ રેશિયો, વોલેટિલિટી ઈન્ડેક્સ વીઆયએક્સ વગેરે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2023 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.