નવી મ્યુચ્યુઅલ ફંડે નવી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. તે એક ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ સ્કીમ છે જે નિફ્ટી આઇટી ઇન્ડેક્સની નકલ/ટ્રેકિંગ કરે છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ભારતની ટૉપ આઈટી કંપનીઓનો એક કલેક્શન છે, જો નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડમાં લિસ્ટેડ તેના ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશન પર આધારિત છે. જેમાં ઈન્ફોસીસ, ટીસીએસ અને વિપ્રો જેવી પ્રમુખ કંપનીઓ સામેલ છે. ભારતમાં ટૉપ આઈટી કંપનીઓમાં રોકાણ કરે છે.
માત્ર 10 રૂપિયાથી કરી શકો છો રોકાણ શરૂ -
આ એનએફઓ 11 માર્ચ 2024એ ખુલ્યું છે અને 22 માર્ચ 2024એ બંધ થશે. રોકાણકારો આ સ્કીમમાં માત્ર 10 રૂપિયાની શરૂઆતી રકમની સાથે રોકાણ કરી શકે છે.
નવી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ફંડનું ટીઈઆર તમામ આઈટી ઈન્ડેક્સ ફંડ્સમાં સૌથી ઓછું છે, તેની ડાયરેક્ટ પ્લાન માટે કુલ એક્સપેન્સ રેશ્યો (ટીઈઆર) 0.22 ટકા છે.
29 ફેબ્રુઆરી, 2024 સુધી એએમએફઆઈ ટીઈઆર ડેટાના અનુસાર, અન્ય આઈટી ઇન્ડેક્સ ફંડ્સની સરેરાશ ટીઈઆર 0.34 ટકા છે.
29 ફેબ્રુઆરી, 2024 સુધી નિફ્ટી આઈટી ઈન્ડેક્સે ઐતિહાસિક રીતે 29.48 ટકા (1 વર્ષનું પ્રદર્શન), 21.49 ટકા (5 વર્ષનું પ્રદર્શન), 16.06 ટકા (10 વર્ષનું પ્રદર્શન) અને 23.37 ટકા (15 વર્ષનું પ્રદર્શન)ના સીએજીઆર સાથે મજબૂત પ્રદર્શન કર્યો છે.
છેલ્લા 12 નાણાકીય વર્ષમાં 10માં નિફ્ટી આઈટી ઇન્ડેક્સે નિફ્ટી 50 ઇન્ડેક્સ કરતાં વધુ સારો પ્રદર્શન કર્યો છે.
29 ફેબ્રુઆરી, 2024 સુધીમાં, નિફ્ટી આઈટી ઇન્ડેક્સના કેટલાક ટૉપ કંપોનેન્ટમાં ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને એલટીઆઈ માઈન્ડ ટ્રી જોવા સૌથી ટૉપ અને પૉપુલર આઈટી કંપનીઓનો સમાવેશ થાય છે.