PMS Stocks: PMS માં પ્રચલિત આ 10 લાર્જ કેપ શૅર્સે સ્થિર રિટર્ન આપ્યું
છેલ્લા છ મહિનાથી ભારતીય શૅરબજારમાં નોંધપાત્ર વોલેટિલિટી રહી છે. વિવિધ શૅર્સ નવી ટોચને સ્પર્શયા છે જ્યારે અમૂક શૅર્સમાં તીવ્ર ઘટાડો થયો છે. પરંતુ આ અનિશ્ચિતતાના માહોલમાં પણ ૧૦ શૅર્સ એવા છે જેમણે વોલેટિલિટીની વચ્ચે સ્થિર રિટર્ન આપ્યુ છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS) માં પણ આ શૅર્સ પ્રચલિત છે
એચડીએફસી બૅન્કના શૅરનો સમાવેશ કુલ 110 પીએમએસ સ્ટ્રેટેજીસમાં છે. ટ્રીવાન્ટેજ કેપિટલ- ફોક્સ્ડ કોર્પ લેન્ડર્સ (પ્લાન બી) અને એએસકે-એફઓપી નોંધપાત્ર એક્સપોઝર બૅન્કના શૅરમાં ધરાવે છે.
છેલ્લા છ મહિનાથી ભારતીય શૅરબજારમાં નોંધપાત્ર વોલેટિલિટી રહી છે. વિવિધ શૅર્સ નવી ટોચને સ્પર્શયા છે જ્યારે અમૂક શૅર્સમાં તીવ્ર ઘટાડો થયો છે. પરંતુ આ અનિશ્ચિતતાના માહોલમાં પણ 10 શૅર્સ એવા છે જેમણે વોલેટિલિટીની વચ્ચે સ્થિર રિટર્ન આપ્યુ છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS) માં પણ આ શૅર્સ પ્રચલિત છે.
કુલ 120 પીએમએસ સ્ટ્રેટેજીસનું આઈસીઆઈસીઆઈ બૅન્કના શૅરમાં હોલ્ડિંગ છે. સૌથી વધુ એક્સપોઝર ટ્રીવાન્ટેજ કેપિટલ- ફોક્સ્ડ કોર્પ લેન્ડર્સ (પ્લાન બી) અને એમકે ઈનવેસ્ટમેન્ટ- કેપિટલ બિલ્ડરનું છે.
એચડીએફસી બૅન્કના શૅરનો સમાવેશ કુલ 110 પીએમએસ સ્ટ્રેટેજીસમાં છે. ટ્રીવાન્ટેજ કેપિટલ- ફોક્સ્ડ કોર્પ લેન્ડર્સ (પ્લાન બી) અને એએસકે-એફઓપી નોંધપાત્ર એક્સપોઝર બૅન્કના શૅરમાં ધરાવે છે.
કુલ 78 પીએમએસ સ્ટ્રેટેજીસમાં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (SBI) ના શૅરનો સમાવેશ છે. ટર્ટલ વેલ્થ-212 વેલ્થ મંત્ર અને મગધ-વેલ્યુ ફોર ગ્રોથ એ એસબીઆઈના શૅરમાં વધુ પ્રમાણમાં એક્સપોઝર રાખ્યુ છે.
ઈન્ફોસિસનો શૅર કુલ 76 પીએમએસ સ્ટ્રેટેજીસમાં છે. આ અગ્રણી આઈટી કંપનીમાં સૌથી વધુ એક્સપોઝર એમઆરજી કેપિટલ- વેલ્થ પ્રોટેક્ટર અને કન્સ્પેક્ટ ઈનવેસ્ટવેલ-લેજન્ડનો છે.
લાર્સન એન્ડ ટુબ્રો (L&T)નો શૅર કુલ 71 પીએમએસ સ્ટ્રેટેજીસમાં પોતાનું સ્થાન ધરાવે છે. આ શૅરમાં નોંધપાત્ર એક્સપોઝર સમવિતી પીએમએસ લોંગ ટર્મ ગ્રોથ અને એમકે ઈનવેસ્ટમેન્ટ્સ-એમકેસ12નું છે.
કુલ 59 પીએમએસ સ્ટ્રેટેજીસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ છે અને એલઆઈસી એમએફ ફેક્ટર એડવાન્ટેજ અને એમઆરજી કેપિટલ- વેલ્થ એનહાન્સર કંપનીના શૅરમાં વધુ પ્રમાણમાં એક્સપોઝર ધરાવે છે.
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.
કુલ 56 પીએમએસ સ્ટ્રેટેજીસમાં આઈટીસીનું સ્થાન છે. કાર્નેલિન કેપિટલ- વાયએનજી સ્ટ્રેટેજી અને આયડીએફસી નિઓ-ઈક્વિટીનું કંપનીના શૅરમાં નોંધપાત્ર એક્સપોઝર છે.
ભારતી એરટેલના શૅરનો સમાવેશ કુલ 50 પીએમએસ સ્ટ્રેટેજીસમાં છે. જૈનમ શૅર કન્સલટન્ટ- ભારત ફાઈવ-ટી અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ- લાર્જ કેપ પોર્ટફોલિયોનું ભારતી એરટેલના શૅરમાં વધુ પ્રમાણમાં એક્સપોઝર છે.
કુલ 48 પીએમએસ સ્ટ્રેટેજીસમાં ટાઈટન કંપનીના શૅરનું સ્થાન છે. જ્યારે એમઆરજી કેપિટલ, વેલ્થ પ્રોટેક્ટર અને માર્સિલસ-કન્સીસટન્ટ કમ્પાઉન્ડર્સનું કંપનીના શૅરમાં નોંધપાત્ર એક્સપોઝર છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.