દેશનો એક મોટો વર્ગ હજુ પણ બેન્ક એફડીને સૌથી વિશ્વસનીય સેવિંગ સ્કીમ માને છે. બેન્ક એફડીમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી અને ઇન્વેસ્ટર્સને નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત અને ખાતરીપૂર્વકનું રિટર્ન મળે છે. જો કે હવે દેશમાં સામાન્ય ઇન્વેસ્ટર્સનો પણ જોખમી રોકાણમાં વિશ્વાસ વધી રહ્યો છે. આ જ કારણ છે કે આ ઇન્વેસ્ટર્સ હવે વધુને વધુ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. જોખમ સાથે રોકાણ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં ઇન્વેસ્ટર્સને જંગી રિટર્ન મળે છે.