દેશના ઘણા સામાન્ય લોકો, જેઓ તેમની બચત બેન્કોમાં જમા કરાવતા હતા, તેઓ હવે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી લાંબા ગાળાના જંગી રિટર્ને સામાન્ય ઇન્વેસ્ટર્સનો મૂડ બદલી નાખ્યો છે. AMFI ડેટા સાબિતી આપે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સે લાંબા ગાળે ઇન્વેસ્ટર્સને જબરદસ્ત નફો આપ્યો છે. લાંબા ગાળા માટે રોકાણ કરનારા લોકોને આકર્ષક બજાર રિટર્નની સાથે ચક્રવૃદ્ધિનો જબરદસ્ત લાભ મળે છે. પરંતુ અહીં અમે તમને એક એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે માત્ર 1 વર્ષમાં ઇન્વેસ્ટર્સને અમીર બનાવી દીધા.
1 વર્ષમાં 69.87 ટકાનું જંગી રિટર્ન
આ પ્લાનની વર્તમાન AUM રુપિયા 3983.77 કરોડ
તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટ 2024 સુધી આ સ્કીમની AUM 3983.77 કરોડ રૂપિયા હતી. આનો સીધો અર્થ એ થયો કે ઇન્વેસ્ટર્સએ આ ફંડમાં કુલ રુપિયા 3983.77 કરોડનું રોકાણ કર્યું છે. આ પ્લાનની વર્તમાન NAV રુપિયા 62.40 છે. આ સ્કીમ વેરી હાઈ રિસ્ક હેઠળ આવે છે.
લાંબાગાળે ચક્રવૃદ્ધિનો ફાયદો
જો કે, મ્યુચ્યુઅલ ફંડ પ્લાનઓમાં રોકાણ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. જો તમે મોટી કમાણી કરવા માંગતા હોવ તો તમારે બને ત્યાં સુધી રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. વાસ્તવમાં, ચક્રવૃદ્ધિની વાસ્તવિક મજા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે રોકાણ લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે.