મ્યુચ્યુઅલ ફંડ્સમાં, રોકાણકારોને આકર્ષક બજાર વળતરની સાથે ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. આજે આપણે એવી કેટલીક કંપનીઓના શેર વિશે જાણીશું, જે જુલાઈ 2024 માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના પ્રિય શેર છે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેન્ક - HDFC બેન્ક આ યાદીમાં પ્રથમ સ્થાને છે.
મ્યુચ્યુઅલ ફંડ દ્વારા, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ વિવિધ કંપનીઓના શેરોમાં રોકાણકારોના નાણાંનું રોકાણ કરે છે. લાંબા ગાળે જંગી નફો અને મોટા કોર્પસ માટે મ્યુચ્યુઅલ ફંડને શ્રેષ્ઠ ઓપ્શન ગણવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં, રોકાણકારોને આકર્ષક બજાર વળતરની સાથે ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. આજે આપણે એવી કેટલીક કંપનીઓના શેર વિશે જાણીશું, જે જુલાઈ 2024 માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના પ્રિય શેર છે.
1. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. આ જાહેર ક્ષેત્રની બેન્કના શેરોમાં કુલ 503 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓએ રૂપિયા 87,858 કરોડનું રોકાણ કર્યું છે.
2. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ આ યાદીમાં 5મા સ્થાને છે. 503 વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ ભારતી એરટેલના સ્ટોક્સમાં કુલ રૂપિયા 92,094 કરોડનું રોકાણ કર્યું છે.
3. વેટરન આઈટી કંપની ઈન્ફોસિસ આ યાદીમાં ચોથા સ્થાને છે. 516 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ દેશની બીજી સૌથી મોટી આઈટી કંપનીના શેરમાં રૂપિયા 1.34 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
4. માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. 534 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ મુકેશ અંબાણીની કંપનીના શેરમાં રૂપિયા 1.56 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
5. આ યાદીમાં ICICI બેન્ક બીજા સ્થાને છે. 582 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી બેન્કમાં કુલ રૂપિયા 2.01 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
6. માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેન્ક - HDFC બેન્ક આ યાદીમાં પ્રથમ સ્થાને છે. સેંકડો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ HDFC બેન્કના શેરમાં રૂપિયા 2.56 લાખ કરોડનું રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ આ ખાનગી બેન્કના લગભગ 158.92 કરોડ શેર ધરાવે છે.