બજારોત્સવ સ્પેશલ પ્રોપર્ટી ગુરૂ - 2 - bajarotsav special property guru - 2 | Moneycontrol Gujarati
Get App

બજારોત્સવ સ્પેશલ પ્રોપર્ટી ગુરૂ - 2

દિવાળી સ્પેશલમાં પ્રોપર્ટી માર્કેટ પર જાણકારી લઇએ શિવાલીક ગ્રુપના એમડી, ચિત્રક શાહ પાસેથી.

અપડેટેડ 01:21:58 PM Nov 04, 2019 પર
Story continues below Advertisement

કેવી રહી ફેસ્ટિવલ સિઝન?

ફેસ્ટિવલ સિઝનમાં વેચાણ થયા છે. લોકો ઘર ખરીદારી કરી રહ્યાં છે. શિવાલીકનાં 3 નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે. ગ્રુપનાં નવા પ્રોજેક્ટ આવશે. ન્યુ લોન્ચમાં RERAને કારણે લેટ છે. નવા લોન્ચ થોડા દિવસોમાં દેખાશે. RERA રજીસ્ટ્રેશન પછી લોન્ચ અને સેલ થાય છે.

કોર્પોરેટ ટેક્સમાં રાહતની કેટલી અસર?

કોર્પોરેટ ટેક્સ ઘટવાથી મોટો ફરક નહી. ટેક્સ ઘટતા કંપની એકપાન્સનમાં જઇ શકે છે. લોકોની આવક વધતા ઘરની માંગ વધી શકે છે. કોર્પોરેટ ટેક્સમાં રાહતની સીધી અસર નથી. ગુજરાતમાં રિડેવલપમેન્ટને મંજુરી મળી છે. રિડેવલપમેન્ટનો અમદાવાદમાં મોટો સ્કોપ છે.

હવે બાંધકામ માટે જગ્યા ઉપલબ્ધ થશે. અમદાવાદમાં ઇન્ફ્રા ખૂબ સારૂ છે. ઇન્ફ્રા સારૂ તેથી હાઇરાઇઝ બની શકે છે. કોમન ઇન્ફ્રા ખૂબ સારૂ થયુ છે. શહેરની કનેક્ટિવિટી પણ વધી છે. ગુજરાતમા હાઇરાઇઝ બની રહ્યાં છે. ગુજરાતમાં નવા હાઇરાઇઝ બન્યાં છે. સરકારે હાઇરાઇઝની મંજુરી આપી છે.


શું હાઇરાઇઝની માંગ છે?

ઘણા લોકોને હાઇટ પર રહેવુ ગમે છે. ગુજરાતમાં હાઇરાઇઝને મંજુરી મળી છે. 70 મીટર અને ઉંચા ટાવર આવશે.

કેવી છે કમર્શિયલની માંગ?

SG હાઇવે આસપાસ કમર્શિયલની માંગ છે. CG રોડ પર કમર્શિયલની માંગ છે. થલતેજમાં કમર્શિયલની માંગ છે.

ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ સારૂ છે સુરતનું પ્રોપર્ટી માર્કેટ નબળુ છે. અમૂક શહેરોમાં મંદીની અસર છે. રોજકોટનું પ્રોપર્ટી માર્કેટ સ્થિર છે. સરકારે અફોર્ડેબલને રાહત આપી છે. અફોર્ડેબલમાં ઘરની માંગ સારી છે. રૂરલ વિસ્તારનાં લોકો શહેરમાં ઘર લે છે. રૂપિયા 50 લાખની આસપાસનાં ઘર વેચાય છે. સ્ટુડન્ટ હાઉસિંગ પણ નવો ટ્રેન્ડ છે.

અફોર્ડેબલમાં સેલ સારા થઇ રહ્યાં છે. ઘર ખરીદારોને સલાહ બની રહી છે. જોબ ઇનસિક્યુરિટીથી મંદીનુ વાતાવરણ છે. ઘરોની માંગ ઘટવાનાં કારણો છે. બજારમાં મંદીની અસર છે. સરકાર રિવાઇવલનાં પ્રયાસ કરે છે. રોજગારી હશે તો ઘરોની માંગ હશે. રેટ કટનો લાભ પણ ગ્રાહક લઇ શકે છે.

પ્રોપર્ટીની કિંમત ક્યારે ઘટશે?

પ્રોપર્ટીની કિંમત ઘટવાની શક્યતા નથી. ડેવલપર માટે ભાવ ઘટાડવાની શક્યતા નથી. ડેવલપર સામે ઘણા પડકાર હોય છે.

બ્રિગેડનાં કે.સી.શર્મા સાથે ચર્ચા

સરકારે રિયલ એસ્ટેટને કેટલી રાહત આપી?

કમર્શિયલમાં સારી માંગ છે. બેંગ્લોર,ચૈન્નઇ,કોચીમાં બ્રિગેડનાં પ્રોજેક્ટ છે. આ દરેક શહેરોમાં સારી માંગ છે.

ગુજરાતમાં કેવી છે કમર્શિયલની માંગ?

બ્રિગેડનો GIFT સિટીમાં પ્રોજેક્ટ છે. ઇન્ક્વાયરી ખૂબ સારી આવી રહી છે. અમદાવાદ સિવાય અન્ય શહેરોમાંથી ઇન્ક્વાયરી છે. અમદાવાદનું માર્કેટ સુધરી રહ્યો છે. સ્લો ડાઉનની અસર બ્રિગેડને નથી થઇ. કમર્શિયલની માંગ આવી જ રહી છે. ઘણી કંપની જગ્યા લઇ રહી છે. બે ક્વાટરથી સેલ્સ વધી રહ્યાં છે. ભવિષ્યમાં પણ માંગ સારી જ રહેશે. સેલ અને લિઝિંગ સારા રહેશે.

કમર્શિયલ Vs રેસિડન્શિયલ-

દરેક શહેરમાં અલગ અલગ માંગ છે. દરેક માર્કેટ માટે અલગ માંગ છે. કમર્શિયલમાં લિઝિગ વધી રહ્યાં છે. રેસિડન્શિયલમાં પણ માંગ વધી છે. બંગ્લોર, ચૈન્નઇ, કોચીમાં પ્રોજેક્ટ છે. ત્રિવેન્દ્રમમાં પ્રોજેક્ટ લાવીશું.

શા માટે GIFT સિટી?

GIFT સિટી પાસે ઘણી અપેક્ષાઓ છે. GIFT સિટીનું ઇન્ફ્રા ખૂબ સારૂ છે. GIFT સિટી અલ્ટ્રામોર્ડન બનશે. હાલમાં લિઝિગ થોડુ સ્લો છે. ગુજરાતમાં હાલમાં રેસિડન્શિયલ પ્રોજેક્ટ નથી. ગુજરાતમાં હોટલનાં પ્રોજેક્ટ આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2019 12:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.