વર્ષ 2019 પાસે રિયલ એસ્ટેટ સેક્ટરની અપેક્ષા - expectation of real estate sector with year 2019 | Moneycontrol Gujarati
Get App

વર્ષ 2019 પાસે રિયલ એસ્ટેટ સેક્ટરની અપેક્ષા

આગળા જાણકારી લઇએ MCHI-Credaiના પ્રેસિડન્ટ, નયન શાહ અને હિરાનંદાણી ગ્રુપના પ્રેસિડેન્ટ અને એમડી નિરંજન હિરાનંદાણી પાસેથી.

અપડેટેડ 10:48:30 AM Dec 29, 2018 પર
Story continues below Advertisement

આપણે જોઇએ તો 2018માં ઘણા બધા વોલેટયલ ન્યુઝ મળ્યા અના કારણે પ્રોપર્ટી માર્કેટ થોડુ સ્ટેબલ કરવાની કોશિસ કરી રહ્યું હતું ત્યા આપણે ફરી પાછું બીજા રાઉન્ડમાં દબાણ આવતું જોવા મળ્યું. આગળા જાણકારી લઇએ MCHI-Credaiના પ્રેસિડન્ટ, નયન શાહ અને હિરાનંદાણી ગ્રુપના પ્રેસિડેન્ટ અને એમડી નિરંજન હિરાનંદાણી પાસેથી.

નયન શાહનાં મતે-

2018નું વર્ષ રિયલ એસ્ટેટ માટે મુશ્કેલ વર્ષ રહ્યું છે. લિક્વિડિટી ક્રંચ ઘણી મોટી સમસ્યા છે. ગ્રાહક અને ડેવલપર બન્નેને લિક્વિડિટીની સમસ્યા છે. એનબીએફસીમાં ઘણા સ્ટ્રકચરલ પ્રોબલેમ છે. એનબીએફસીમાં ઘણા સ્ટ્રકચરલ ચેન્જની જરૂર છે. બાંધકામ ખર્ચ ખૂબ વધી ગયો છે. થોડા સાંભળી લખવા છે. રિયલ એસ્ટેટમાં હજી થોડા સમય સુધી સમસ્યા રહેશે.

રિડેવલપમેન્ટના ઘણા બધા પ્રોજેક્ટ છે. રિડેવલપમેન્ટને ઘણા લાભ આપવાની જરુર છે. ટેનન્ટના બિલ્ડીંગને ઘણા લાભ નથી મળતા. રિડેવલપમેન્ટ ડેવલપર માટે મોટી ચેલેન્જ છે. રિડેવલપમેન્ટમાં ઘણી બધી સમસ્યા એકસાથે આવી શકે છે. ગ્રાહક માટે ઘર ખરીદવાનો સારો સમય છે. આવનારા વર્ષોમાં ઘરની કિંમતો વધશે. ગ્રાહકો રેરા રજીસ્ટર પ્રોજેક્ટમાં રોકાણ કરી શકે છે. તૈયાર ઘર ખરીદવાનો ઉત્તમ સમય

નિરંજન હિરાનંદાણીનાં મતે-


વર્ષ 2018 પાસે પ્રોપર્ટી માર્કેટને ઘણી અપેક્ષા હતી. વર્ષ 2018નાં પહેલા 6 મબીના સારા રહ્યાં હતા. આઈએલ એન્ડ એફએસ ની સમસ્યાથી લિક્વિડિટીની સમસ્યા આવી છે. વર્ષનાં છેલ્લા ત્રિમાસિકમા ઘણી સમસ્યા વધી ગઇ છે. કમર્શિયલ પ્રોજેક્ટ માટે વર્ષ સારૂ રહ્યું છે. લિક્વિડિટીની સમસ્યા નિવારવી ખૂબ જરૂરી છે. સરકારે આ સમસ્યા નિવારવી ખૂબ જરૂરી છે. સરકાર અને આરબીઆઈ લિક્વિડિટીની સમસ્યા દુર કરવા પ્રયત્નશીલ છે.

આવનારા 5 વર્ષ અફોર્ડેબલનાં વર્ષ રહેશે. અફોર્ડેબલને પ્રોત્સાહન આપવાનાં સરકારનાં ઘમા પ્રયત્નો છે. 2019માં અફોર્ડેબલ પ્રોજેક્ટની ઘણી સ્પીડ વધશે. અનસોલ્ડ ઇનવેન્ટરીનું લિસ્ટ ખોટું કહી શકાય છે.ઓસી પહેલા ગ્રાહક ફ્લેટ નક્કી કરે છે પણ ખરીદતો નથી. ઓસી પછી ગ્રાહક પેમેન્ટ કરે છે, જેથી જીએસટી બચી શકે છે. જીએસટીને રેશનલાઇઝ કરવાની જરૂર છે. ડેવલપરને વધુ લિક્વિડિટીની જરૂર છે. નવા ડીપી માં ઘણાં ફેરફાર થયા છે.

નવા પ્લાન અમલમાં આવતા સમય લાગશેં. એક બે વર્ષમાં NDZ બોન્ડમાં અફોર્ડેબલ સ્કીમ આવશે. નવા ડીપી માં ઘણા નિર્ણયો સારા છે. 2019 એ રાજકારણનું વર્ષ હશે. ચુંટણીને કારણે ગણાબધા બદલાવ આવી શકે છે. હાલમાં ઈન્ફાનું ડેવલપમેન્ટ સારું છે. ગુજરાતમા રોકાણ વધી ગયું છે. બીજા રાજ્યો પણ ગુજરાતને હરીફાઇ આપી રહ્યા છે.

ગુજરાતમાં હજી રોકાણ વધી શકે છે. 2019 માં સપ્લાય વધશે. ગ્રાહકોને વધારે વિકલ્પો મળશે. 2019 નું વર્ષ ગ્રાહકોનું રહેશે. ઘર ખરીદવાનો સારો સમય 2019 છે. ડેવલપર માટે લિક્વીડિટીની સમસ્યા દુર થવી જરુરી છે. પ્રોપર્ટી માર્કેટ માટે 2019 નું વર્ષ સારું રહેશે. ડેવલપર માટે કન્સ્ટ્રક્શન ખર્ચ ઘટે તે જરૂરી છે. હાઉસીંગ સેક્ટર પર સરકાર અને વિપક્ષે વધુ ધ્યાન આપવાની જરૂર છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 29, 2018 10:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.