હિરાનંદાણીના મતે 8 વર્ષમાં રિયલ એસ્ટેટને લગતા ઘણા ફેરફારો થયા. પાછલા 8 થી 10 વર્ષમાં રિયલ એસ્ટેટમાં ઘણા પરિવર્તનો થયા. ડિમોનિટાઇઝેશન, RERA, GST, IBC કોડ વગેરે જેવા પરિવર્તનો આવ્યા. આ તમામ બાબતોથી રિયલ એસ્ટેટમાં ઘણા બદલાવ આવ્યા. ગ્રાહકોમાં RERAને કારણે ઘણો વિશ્ર્વાસ આવ્યો. RERAને કારણે પ્રોજેક્ટની તમામ માહિતી ગ્રાહકની સામે છે.
હિરાનંદાણીના મતે રિયલ એસ્ટેટમાં આવેલી પારદર્શકતા સૌથી મોટુ પરિવર્તન છે. કોવિડ બાદ ગ્રાહકોને પોતાના ઘરનુ મહત્વ સમજાયુ છે. વર્ક ફ્રોમ હોમને કારણે ઘરોની માંગ ઘણી વધી છે. તમામ રેડી ઇન્વેન્ટરી ઝડપથી વેચાઇ છે. પ્રધાન મંત્રી આવાસ યોજના એ પણ રિયલ એસ્ટેટ માટે મહત્વની રહી. ઇઝ ઓફ ડુઇંગ વધવુ જોઇએ. ઇન્વાયરમેન્ટ ક્લીયરન્સમાં ખૂબ સમય લાગે છે. રેડી રેકનર રેટ ઘટાડવા જોઇએ. અમુક મંજૂરીઓના રેટ ઘટાડવા જોઇએ.
જીગર મોતાએ કહ્યુ છે કે RERA એ રિયલ એસ્ટેટ માટે મોટો બદલાવ થયો છે. RERAને કારણે ગ્રાહકનો રિયલ એસ્ટેટ પર વિશ્ર્વાસ વધ્યો. ગ્રાહક હવે નિશ્ચિંત થઇ RERA રજીસ્ટર પ્રોજેક્ટ ખરીદી શકે છે. RERAને કારણે ડેવલપરમાં ડિસ્પિલિન આવી છે. ડિમોનિટાઇઝેશન ગુજરાતના રિયલ એસ્ટેટ માટે ડેમ્પનર હતો. નાના ગામડા અને શહેરોમાં ફુલ ચેકમાં પ્રોપર્ટીને વેચાણ નહોતા થઇ રહ્યા.
જીગર મોતાએ કહ્યુ છે કે લોન લઇ ઘર ખરીદનાર માટે ડિમોનિટાઇઝેશન બાદ સ્થિતી સુધરી છે. ડિમોનિટાઇઝેશન બાદ હવે ફુલ ચેક ટ્રાન્ઝેક્શન થઇ રહ્યાં છે. સંસ્થાકીય રોકાણકારો પણ ભારતીય રિયલ એસ્ટેટમાં આવ્યા. હવે ભારતમાં REITs આવી ચુક્યા છે. ડિમોનિટાઇઝેશન બાદ રિયલ એસ્ટેટને લાંબાગાળે લાભ થયો છે.
નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે PMAY એ ખરેખર ઘણુ મોટુ રિફોર્મ રહ્યું છે. લોવર મિડલ ક્લાસ માટે આ યોજના ખૂબ સારી છે. હાઉસિંગ ફોર ઓલનુ સરકારનુ સપનુ છે. 1 કરોડ 15 લાખ ઘર PMAY હેઠળ સેન્શન થયા છે. PMAY હેઠળ 56,20,000 ઘર બની ચુક્યા છે. સરકારી સબ્સીડીનો લાભ 78,6000 લોકોએ લીધો છે. ટિયર-2, ટિયર-3 સિટીનો વિકાસ ખૂબ સારો થયો છે.
નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે અમુક રિફોર્મમાં સુધારાની જરૂર છે. RERAમાં મંજૂરી મળવામાં મોડુ થાય તે માટે પ્રાવધાન હોવો જોઇએ. GST રેસિડન્શિયલ અને કમર્શિયલ પર થોડા બદલાવ જરૂરી છે. કેપિટલ ગેઇનને લગતા ટેક્સમાં ફેરફારની જરૂર છે. પ્રિઝમ્ટીવ ટેક્સેશનના નિયમમાં ફેરફાર કરવા જરૂરી છે.