પ્રોપર્ટી બજાર: સંકલ્પ ઇટરનિટીનો સેમ્પલ ફ્લેટ - property bajar sankalp eternity is sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: સંકલ્પ ઇટરનિટીનો સેમ્પલ ફ્લેટ

સંકલ્પ ગ્રુપની શરૂઆત 1981માં થઈ હતી. રામાવતાર ગોએન્કા દ્વારા સંકલ્પ ગ્રુપની સ્થાપના છે.

અપડેટેડ 11:49:26 AM Jun 20, 2022 પર
Story continues below Advertisement

શાહીબાગ અમદાવાદનો પોશ વિસ્તાર છે. શાહીબાગમાં વિકસિત વિસ્તાર છે. એરપોર્ટ ખૂબ નજીક છે. હોસ્પિટલ ખૂબ નજીક છે. સંકલ્પ ઇટરનિટીનો સેમ્પલ ફ્લેટ જોઈશું. સંકલ્પ ઇટરનિટીની મુલાકાત લઈશું.
 
સંકલ્પ ગ્રુપની શરૂઆત 1981માં થઈ હતી. રામાવતાર ગોએન્કા દ્વારા સંકલ્પ ગ્રુપની સ્થાપના છે. રોબિન ગોએન્કા રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. સંકલ્પ ગ્રુપના અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે.

244 યુનિટની સ્કીમ છે. 2, 2.5 અને 3 BHKના વિકલ્પો છે. 32 દુકાનો બનાવવામાં આવશે. 11 યુનિટ 3 BHKના છે. 58 યુનિટ 2.5 BHKના છે. 174 યુનિટ 2 BHKના છે.

551 થી 758 RERA કાર્પેટના ફ્લેટ છે. 2 BHKનુ એક ટાવર છે. 2.5 અને 3 BHKનુ એક ટાવર છે. 758 RERA કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે. CCTV આપવામાં આવશે. ઇન્ટરકોમ સુવિધા અપાશે. લિફ્ટની સુવિધા અપાશે.

758 RERA કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે. 15 X 15 SqFtનો લિવિંગ ડાઇનિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ મળે છે. ડાઇનિંગ ટેબલ રાખી શકાય. TV અને AC માટેના પોઇન્ટ અપાશે. 5.3 X 4 SqFtની બાલ્કનિ છે.

9.3 X 8.3 SqFtનુ કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફાર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. સર્વિસ પ્લેટફોર્મ અપાશે. સુવિધાજનક કિચન બનાવી શકાય. 6 X 4.6 SqFtનો વોશિંગ એરિયા છે.

10 X 11.3 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ફુલસાઇસની વિન્ડો અપાશે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. AC માટેના પોઇન્ટ અપાશે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે.

4.3 X 6 SqFtનો વૉશરૂમ છે. શાવર લગાડીને અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. સુવિધાજનક બાથરૂમ આપવામાં આવશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ કર્યુ છે.

10 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય. ફુલસાઇસની વિન્ડો અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે.

758 RERA કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે. 9.6 X 7.6 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રન રૂમ બનાવી શકાય. સ્ટડીટેબલ રાખી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે.

સંકલ્પ ગ્રુપના ચિંતન શેઠ સાથે ચર્ચા

અમદાવાદ પુર્વનો પોશ વિસ્તાર છે. એરપોર્ટ શાહીબાગથી નજીક છે. ગિફ્ટ સિટી નજીક છે. શાહીબાગ વિકસિત વિસ્તાર છે. અફોર્ડેબલ રેન્જના શાહીબાગમાં પ્રોજેક્ટ ઓછા છે. વ્યાજબી કિંમતમાં સારી સુવિધાવાળો પ્રોજેક્ટ છે.

વિવિધ હોસ્પિટલ નજીક છે. મેડિકલ કોલેજ નજીક છે. સરસ રીતે પ્લાન થયેલો એરિયા છે. રિવરફ્રન્ટ નજીક છે. શાહીબાગમાં હાઇએન્ડ સ્કીમો વધુ છે. મધ્યમ આવક ધરાવતા લોકો માટેનો પ્રોજેક્ટ છે. પોશ એરિયામાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. ગુજરાત બહારના લોકો પણ ઘર ખરીદશે. રાજસ્થાનના લોકો અમદાવાદ આવી રહ્યાં છે.

પોશ એરિયામાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. 70% યુનિટ 2 BHKના બનાવાયા છે. ₹55 લાખ આસપાસ 2 BHKની કિંમત છે. લક્ઝરી પ્રોજેક્ટ જેવી એમિનિટિસ અપાઇ છે. ટેરેસ ગાર્ડન બનાવવામાં આવશે. ચિલ્ડ્રન પ્લે એરિયા અપાશે. જીમ, થિએટર જેવી સુવિધા અપાશે. ટેરેસ પર ફંકશન કરી શકાશે. સારા નજારાનો લાભ છે. બેન્કવેટ હોલ બનાવવામાં આવશે.

એક ટાવરમાં 2.5 અને 3 BHK છે. એક ટાવરમાં 2 BHKના ફ્લેટ છે. પ્રોજેક્ટમાં 32 દુકાનો પણ આવશે. 400 થી 800 SqFtની દુકાનો છે. વિવિધ વ્યવસાયિકો માટે દુકાનો ઉપયોગી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે દુકાનો છે. પાર્કિંગની સારી વ્યવસ્થા છે. A બિલ્ડિંગ ફિનિસિંગ સ્ટેજ પર છે. A બિલ્ડિંગનુ પઝેશન 3,4 મહિનામાં અપાશે. B ટાવરનુ પઝેશન 1 વર્ષમાં અપાશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 18, 2022 3:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.