પ્રોપર્ટી બજાર: બકેરી ગ્રુપનો સિવાન્તા પ્રોજેક્ટ - property bajar sivanta project of bakeri group | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: બકેરી ગ્રુપનો સિવાન્તા પ્રોજેક્ટ

અમદાવાદના મશહુર અને સૌથી જુના ડેવેલોપર પૈકી ના એક એટલે બકેરી બિલ્ડર્સ.

અપડેટેડ 05:18:05 PM Sep 23, 2017 પર
Story continues below Advertisement

અમદાવાદના મશહુર અને સૌથી જુના ડેવેલોપર પૈકી ના એક એટલે બકેરી બિલ્ડર્સ. ૧૯૫૯ માં સ્થપાયેલા બકેરી ગ્રુપ દ્વારા અમદાવાદ અને તેની આસપાસ ના એરિયા માં થઇ ને લગભગ ૪૦ લાખ સ્ક્વેર ફીટ થી વધુ ના એરિયા માં પ્લોટીંગ અને રહેઠાણ ની સ્કીમો બનાવાઈ છે. માત્ર રેસીડેન્ટલ નહિ પરંતુ કમર્સિયલ બાંધકામ માં પણ બકેરી ગ્રુપ અગ્રેસર છે.

અમદાવાદ માં બકેરી ગ્રુપ ની સાકાર સીરીઝ ના કમર્સિયલ હાઉસ ખુબ જ જાણીતા છે. આ ઉપરાંત વેજલપુર વિસ્તાર માં રેસીડેન્ટલ સ્કીમો માં બકેરી ગ્રુપ દ્વારા ખુબ જ વિકાસ કરવા માં આવ્યો છે. જેમાં શ્રીનંદ નગર અને બકેરી સીટી ખુબ જ પ્રખ્યાત છે.

અમદાવાદ ની ૨૦૦૫ ની ટી પી માં વેજલપુર નો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૨ વર્ષ માં આ વિસ્તાર નો ધીમે પરંતુ આયોજનબદ્ધ રીતે વિકાસ થયો છે. વેજલપુર ની સીમા જે ત્રણ વિસ્તારો ને અડી ને આવેલી છે તેમાં પ્રહલાદનગર, મકરબા અને જીવરાજપાર્ક વિસ્તારનો સમાવેષ થાય છે. જેમાં પ્રહલાદનગર અને જીવરાજ પાર્ક વિકસિત વિસ્તારો ગણાય છે.

અમદાવાદ નો મુખ્ય ગણાતો એસ જી હાઈવે, વેજલપુર થી માત્ર ૨ કિલોમીટર દુર છે. અહી આવેલા YMCA અને કર્ણાવતી ક્લબ ૪ કિલોમીટર ના અંતરે આવેલા છે. વેજપુર થી માત્ર સાડા ત્રણ કિલોમીટર ના વિસ્તાર માં જીવરાજ મેહતા અને શેલ્બી જેવી મોટી હોસ્પિટલ્સ પણ આવેલી છે. જયારે ઝાયડસ અને એવન સ્કુલ વેજલપુર થી 3 કિલોમીટર વિસ્તાર માં  આવેલી છે.

અમદાવાદના જૂના ડેવલપર્સ બકેરી ગ્રુપ. ૧૯૫૯ માં સ્થપાયેલું બકેરી ગ્રુપ. લગભગ ૪૦ લાખ સ્ક્વેર ફીટ ફેલાયેલું બકેરી ગ્રુપ. કમર્શિયલ બાંધકામ માં પણ બકેરી ગ્રુપ અગ્રેસર. શ્રીનંદ નગર અને બકેરી સીટી પ્રખ્યાત. વેજલપુરનો છેલ્લા ૧૨ વર્ષમાં વિકાસ થયો. વેજલપુરની બાજુનો વિસ્તાર પ્રહલાદનગર. SG હાઈવે માત્ર ૨ Kms દુર. YMCA અને કર્ણાવતી જેવા કલ્બ ૪Kms ના અંતરે. જીવરાજ મેહતા અને શેલ્બી હોસ્પિટલ્સ પણ નજીક.

સિવાન્તાનો સેમ્પલ ફ્લેટ. 3 BHKનાં વિકલ્પો. 5 ટાવર છે. 7 માળના દરેક ટાવર છે. દરેક ટાવર દિઠ 2 લિફ્ટ. 1046SqFtનું સેમ્પલ હાઉસ. રેરા હેઠળ રજીસ્ટર પ્રોજેક્ટ. શુરેક બનાવી શકવાની જગ્યા. પ્રવેશમાં પુરતી જગ્યા છે. 14 X 11 SqFt નો ડ્રોઇંગરૂમ છે. 4 X 11 Sqftની બાલ્કનિ છે.

9.5 X 10 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 4-6 વ્યક્તિના ડાઈનિંગ ટેબલની જગ્યા છે. વિટ્રીફાઈડ ટાઈલ્સનું ફ્લોરિંગ છે. સમગ્ર ઘરમાં વિટ્રીફાઈડ ટાઈલ્સ છે. ઈટાલિયન માર્બલની સુવિધા કરી શકો છો. 8.5 X 12.3 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. ગ્રેનાઈટનું પ્લેટફોર્મ છે. ગૅસ કનેક્શન બિલ્ડર દ્વારા છે. સર્વિસ પ્લેટફોર્મ જાતે બનાવી શકો છો. વોશિંગ એરિયા પણ આપવામાં આવે છે. કિચનની સામે સ્ટોર રૂમની સુવિધા છે. 4.3 X 4 SqFtનો સ્ટોરરૂમ છે. ગ્રેનાઈટના પાર્ટિશન બનાવી આપવામાં આવે છે. માસ્ટર બૅડરૂમ છે. 12 X 13.3 SqFtનો બૅડરૂમ છે. ડ્રેસિંગના સામાનની જગ્યા છે. એલ્યુમિનીયમ ફ્રેમની વિન્ડો છે. AC લગાડવાની જગ્યા.

12 X 6 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટિશન બનાવી શકો છો. શાવર સિસ્ટમ તમે બનાવી શકો છો. સારી કંપનીના ફિટીંગ્સ છે. 12 X 11.3 SqFtનો બૅડરૂમ છે. પેરેન્ટ્સ રૂમ તરીકે વાપરી શકાય. ચિલ્ડ્રન્સ રૂમ બનાવી શકાય. કપબોર્ડની જગ્યા છે. સ્ટડી ટેબલ પણ લગાવી શકાય છે.

4.8 X 5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના ફિટીંગ્સ છે. ફૂલ સાઈઝ વોલ કવર થાય છે. 10 X 10 SqFtનો ત્રીજો બૅડરૂમ છે. ડબલબૅડ લગાવી શકાય છે. બાળકો માટેનાં બૅડ માટેની જગ્યા છે. 5 X 4.5 SqFtનો વૉશરૂમ. કોમન વૉશરૂમ તરીકે પણ વાપરી શકાય.

બકેરી ગ્રુપના એમડી પાવન બકેરી સાથે ચર્ચા
મોટી પ્રોફેશનલ્સ આ વિસ્તારની આસપાસ. વિસ્તાર ઘણો મોટો છે. હવા-ઉજાસ ઘણી સારી રહે છે. 100 એકરમાં બકેરી સિટી. 5.5 હજાર યુનિટ બનાવ્યા છે. ટ્વીન બંગલો અને રૉ હાઉસ પણ છે. વિવિધ વ્યવસાયના લોકો અહિં રહે છે. મિની ઈન્ડિયા કહી શકાય. દરેક પ્રાન્તના લોકો રહે છે. દરેક ઉંમરના લોકો અહિં રહે છે. સિવાન્તામાં 1, 1.5 અને 2 BHKના પ્રોજેક્ટ્સ છે. સિવાન્તામાં દરેક સુવિધા ઓછા ભાવે મળે છે. 1.5 કરોડના પ્રોજેક્ટની સુવિધા અહિં 50 લાખમાં છે.

સમ્યક અને શૌનાક 1, 1.5 અને 2 BHKના પ્રોજેક્ટ્સ છે. આ પ્રોજેક્ટ્સમાં ઘણો સારો રિસ્પોન્સ છે. બકેરી સિટીમાં શાળા અને હોસ્પિટલ બનાવાઈ છે. પ્રિસ્કુલ અને કિંડર ગાર્ડન માટે આધુનિક પદ્ધતીની સુવિધા. હેલ્થકેર બનાવાઈ છે. રેરામાં સ્કીમ અપ્રુવ્ડ છે. રેરાથી લોકોનો વિશ્વાસ વધે છે. પેપરવર્ક વધારે થયું છે. જીએસટીથી પણ ફાયદો થયો છે.

ફેસ્ટિવલ સીઝનનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ડિસ્કાઉન્ટ દિવાળી સુધી મળશે. સિવાન્તામાં જીએસટી નથી લાગુ પડતું. લોકેશન ખુબ સારૂ મળે છે. લોકોનો પ્રતિસાદ ખુબ સારો છે. લોકોએ રહેવાનું શરૂ કર્યું છે. નવા બુકિંગ પણ થઈ રહ્યાં છે.


MoneyControl News

MoneyControl News

First Published: Sep 23, 2017 5:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.