એકવેસ્ટ સીઈઓ પરેશ કારિયાનું કહેવુ છે કે બાન્દ્રામાં ઘણો વિકાસ થયો છે. ઘણા લોકો બાન્દ્રા તરફ માઇગ્રેટ થઇ રહ્યાં છે. બીકેસી કમર્શિયલ હબ છે. ફાઇનાન્શિયલ સર્વિસિસ બીકેસીમાં છે. બિઝનેસ ક્મ્યુનિટી પણ બાન્દ્રામાં છે. એમ્બસિસ બીકેસીમાં ખસેડાયા છે. બાન્દ્રાની કેન્ક્ટિવિટી ખૂબ સારી છે.
30 મિનિટમાં મુંબઇનાં કોઇ પણ સબર્બમાં પહોંચી શકાય. શાંતાક્રુઝ-ચેમ્બુર લિંકરોડની કેનેક્ટિવિટી સારી છે. એલિવેટેડ રોડનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. મેટ્રોની કનેક્ટિવિટી પણ મળશે. બીકેસીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. સોશિયલ ઇન્ફ્રાનો પણ વિકાસ બીકેસીમાં સારો છે. વર્લ્ડ ક્લાસ રેસટોરન્ટ પણ આવશે.
બીકેસીમાં રેસિડન્શિયલ ડેવલપમેન્ટ થઇ રહ્યાં છે. સન ટેક ગ્રુપનો હાઇએન્ડ ફ્લેટનો પ્રોજેક્ટ. આ ફ્લેટની કિંમત લગભગ રૂપિયા 25 કરોડ છે. કનકિયા ગ્રુપનો પ્રોજેક્ટ બીકેસીમાં છે. ઓમકાર અને ફોરમ ગ્રુપનો પ્રોજેક્ટ બીકેસીમાં છે.
બાન્દ્રા ઇસ્ટ રેસિડન્શિયલ હબ બની રહી છે. બીકેસીમાં કાર્યરત લોકો બાન્દ્રા ઇસ્ટમાં ઘર લઇ શકે. નામી બિલ્ડર્સનાં પ્રોજેક્ટ આવી રહ્યાં છે. બીકેસીમાં પ્રોપર્ટીની કિંમતો ઘણી ઉંચી છે.
બાન્દ્રા વેસ્ટ હોમ બાયર્સની પસંદ છે. બાન્દ્રા વેસ્ટમાં ઘણા સેલિબ્રિટીનાં ઘર છે. સિ ફેઝ ઘરનો ચાર્મ હજી ઘણો છે. બાન્દ્રા વેસ્ટમાં હવે જગ્યા નથી. બાન્દ્રા વેસ્ટમાં રિડેવલમેન્ટનાં પ્રોજેક્ટ છે. બાન્દ્રા વેસ્ટમાં પ્રોપર્ટીની કિંમત ઉંચી છે. બાન્દ્રામાં રેન્ટલ સેગ્મેન્ટ પણ સારૂ છે.
સવાલ: વિરારમાં રહેવા માટે ઘર ખરીદવું છે. મે પ્રખ્યાત બિલ્ડરોના પ્રોજેક્ટ જોયા છે. ગ્લોબલ સીટી રૂસ્તમજીના નવા પ્રોજેક્ટમાં 1બીએચકેના 32 લાખ છે. જ્યારે રૂસ્તમજીના જૂના પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટર ફ્લેટમાં 2બીએચકે 32 લાખમાં મળે છે. અને જોય વીલ પ્રોજેક્ટનો 1બીએચકે ફ્લેટનો ભાવ 40 લાખ થાય છે. અને લોકેશન બોલિંગ નજીક છે. આ કેસમાં શું કરી શકાય.
જવાબ: મનોજ પંચાલને સલાહ છે કે વિરાર વેસ્ટમાં ઘણુ ડેવલપમેન્ટ છે. ગ્લોબલ સિટી ટાઉનશીપનો પ્રોજેક્ટ છે. ગ્લોબલ સિટીમાં ઇનવેસ્ટર ફ્લેટ લેવાની તક છે. ગ્લોબલ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રકચર સારૂ છે. તમારી પાસે રિસેલમાં ઘર લેવાની સારી તક. વિરારમાં રૂપિયા 4000 સ્કેવરફીટની કિંમત છે. વિરારની કનેક્ટિવિટી સારી થઇ રહી છે. વિરારમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થશે.