પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા - property guru a discussion on the property market | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

બલબિરસિંગ ખાલસાનું કહેવુ છે કે સરકાર પ્રોપર્ટી માર્કેટના રિવાઇવલનાં પ્રયાસ કરી રહી છે.

અપડેટેડ 02:34:11 PM Dec 23, 2019 પર
Story continues below Advertisement

અમદાવાદ નાઇટફ્રેનના બ્રાન્ચ ડિરેક્ટર બલબિરસિંગ ખાલસાનું કહેવુ છે કે સરકાર પ્રોપર્ટી માર્કેટના રિવાઇવલનાં પ્રયાસ કરી રહી છે. 6 મહિનાથી 1 વર્ષનો સમય અસર આવતા લાગી શકે. 25 હજાર કરોડની રકમ ઇન્ડ્સ્ટ્રી માટે પુરતી નથી. રિયલ એસ્ટેટ માટે ઘણા મોટા ફંડની જરૂર છે. સરકારે સારા પગલા લેવાની શરૂઆત કરી છે. દિલ્હી અને મુંબઇમાં ઘણા અટેકેલા પ્રોજેક્ટ છે. મુંબઇ સિવાયનાં શહેરોને ફંડનો લાભ મળી શકશે.

આ ફેસ્ટિવલ સિઝન રિયલ એસ્ટેટ માટે સારી નથી રહી. ગ્રાહકોને તૈયાર ઘર જ જોઇએ છે. GST બચાવવા ગ્રાહકો તૈયાર ઘર ઇચ્છે છે. GST ઘટવા છતા પણ તૈયાર ઘરની જ માંગ છે. ગ્રાહકને માટે GSTને કારણે મોટો ફરક નથી. GSTમાં ફેરફાર થવાથી ડેવલપરે વ્યવસ્થા અલગ કરવી પડશે.

અફોર્ડેબલ સેગ્મેન્ટનો ગ્રોથ ખૂબ સારો છે. પગારદાર વર્ગ માટે અફોર્ડેબલ ઘર લેવાનો સારો સમય છે. 50%થી વધુ પ્રોડક્ટ અફોર્ડેબલમાં આવી રહી છે. લક્ઝરી પ્રોજેકેટ ઘણા ઓછા આવી રહ્યાં છે.

મોટા ડેવલપર પણ અફોર્ડેબલ પ્રોજેક્ટ લાવી રહ્યાં છે. પ્રોપર્ટીની કિંમત નથી બદલાઇ, ટિકિટ સાઇઝ બદલાઇ છે. ₹50 લાખથી ઓછી કિંમતનાં ઘરોનાં વેચાણ વધુ છે. મુંબઇમાં ઘરની સાઇઝ ઘણી નાની થઇ ગઇ છે. લોકો પોતાનું નાનુ ઘર ખરીદી શકે છે. ભારતમાં દરેક વ્યક્તિ પોતાનું ઘર લેવા ઇચ્છે છે.

નાના ઘરમાં રેન્ટ રિટર્ન વધુ મળશે. નાના ઘરમાં ઘણા લાભ મળે છે. નાના ઘરમાં ટેક્સમાં પણ લાભ મળે છે. અમદાવાદ, વડોદરામાં 50 થી 60 લાખનાં ફ્લેટ વેચાય છે. 2-ટાયર સિટીમાં ભાડુ સારૂ મળી રહ્યું છે. લોકો ઘર ખરીદી રેન્ટ પર આપવાનું પસંદ કરે છે.

જોબ, લગ્ન વગેરે કારણે ઘરની માંગ બનતી જાય છે. લોકો પાસે વતનમાં ઘર હોય છે. કામ કરવાની જગ્યાએ બીજા ઘરની માંગ છે. અફોર્ડેબલમાં ન્યુ લોન્ચ વધ્યા છે. નવા ટાઉનમાં જોબ માટે જતા 1 BHK ખરીદે છે.

કમર્શિયલ સેગ્મેન્ટનો દેખાવ ઘણો સારો છે. આ વર્ષે કમર્શિયલ સેગ્મેન્ટ હજુ સારો દેખાવ કરશે. વેર હાઉસમાં પણ સારો ગ્રોથ થયો છે. ઓફિસ લિઝિંગની માંગ વધી રહી છે. એનો અર્થ છે કે જોબ ક્રિએશન થઇ રહી છે. રિયલ એસ્ટેટની સમસ્યા સમજી તેનું નિરાકરણ લાવવાની જરૂર છે. ઘરની ડિમાન્ડ વધારવાની જરૂર છે. જોબ ક્રિએશન વધશે તો ઘરની ડિમાન્ડ વધશે.

ઘણા પ્રોજેક્ટ હાલ અટકેલા છે. RERAને કારણે માર્કેટમાં સારો બદલાવ આવ્યો છે. RERA પ્રમાણે હવે ડેવલપરે કામ કરવું જરૂરી છે. RERA રજીસ્ટ્રર પ્રોજેક્ટમાંજ ખરીદી કરવી. ગ્રાહક માટે RERA ઘણુ સારૂ રિફોર્મ છે.

સુરતમાં ઇન્વેન્ટરી વધી રહી છે. જ્વેલરી અને ટેક્સટાઇલમાં માંગ ઘટી છે. જેની અસર સુરતનાં પ્રોપર્ટી માર્કેટ પર થઇ રહી છે. સુરતમાં કામ ઘટતા ઘણા લોકો પરત વતન પાછા ફર્યા છે. સુરતમાં ઘરોની માંગ નથી.

ઇન્વેસ્ટર હવે પ્રોપર્ટી માર્કેટથી દુર થયા છે. અંકેલેશ્ર્વર અને વાપીમાં અમુક જોબ ક્રિએશન છે. મુંબઇ અને દિલ્હીમાં FDI આવી શકે છે. કમર્શિયલમાં FDI આખો પ્રોજેક્ટ ખરીદી લે છે.

GIFT સિટી અંગે ચર્ચા કરતા કહ્યુ કે GIFT સિટીમાં ડિમાન્ડ સારી છે. GIFT સિટીમાં લિઝિગ ઘણુ સારૂ થઇ રહ્યું છે. GIFT સિટીમાં રેન્ટ ખૂબ યોગ્ય છે. GIFT સિટી મેટ્રો સાથે જોડાશે પછી ખાસો લાભ મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 21, 2019 4:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.