પ્રોપર્ટી ગુરુ: બજેટની રિયલ એસ્ટેટની દ્રષ્ટીથી સમીક્ષા - property guru a review of budgets from a real estate perspective | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: બજેટની રિયલ એસ્ટેટની દ્રષ્ટીથી સમીક્ષા

આગળ જાણકારી લઈશું CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટરના જીગર મોતા, કવિશા ગ્રુપના વીપી, CREDAI ગુજરાત યુથવિંગ, એમડી, પાર્થ પટેલ અને વિવાન ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રેસિડન્ટ, CREDAI અમદાવાદ GIHED, એમડી, તેજશ જોશી પાસેથી.

અપડેટેડ 07:00:08 PM Feb 12, 2023 પર
Story continues below Advertisement

CBRE સાઉથ એશિયાનાં સિનિયર એસોસિયેટ ડિરેક્ટરના જીગર મોતાના મતે -

આ બજેટ આશામય બજેટ છે. સિંગલ વિન્ડો ક્લીયરન્સ મળે તે ખૂબ જરૂરી છે. ક્લીયરન્સમાં ખૂબ સમય જવાથી ગ્રાહકને ઘર મોડા મળે છે. રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવાની માંગ કરી છે. ઇન્ડસ્ટ્રીના દરજ્જાથી સસ્તુ ધિરાણ મળી શકશે.

રેન્ટલ હાઉસિંગ માટે શુ અપેક્ષા

વિકસિત દેશોમાં રેન્ટલ હાઉસિંગ ખૂબ જરૂરી છે. ભારતને હવે રેન્ટલ હાઉસિંગના પ્રોજેક્ટની જરૂર છે. હાઉસિંગ ફોર ઓલ માટે પણ રેન્ટલ હાઉસિંગ જરૂરી છે. સારા અને સસ્તા રેન્ટલ ઘર મળવા ખૂબ જરૂરી છે.

જીએસટીને લઇ ક્યા સુધારાની જરૂર


જીએસટીને લઇ ઘણી સમસ્યાઓ થઇ રહી છે. જીએસટી રિયલ એસ્ટેટ પર નહીવત કરી દેવો જોઇએ. અફોર્ડેબલ હાઉસિંગ માટે જીએસટી વધારાનો ખર્ચ છે. જીએસટીમાં રાહત આપવાથી એન્ડ યુઝરને લાભ થશે.

કવિશા ગ્રુપના વીપી, CREDAI ગુજરાત યુથવિંગ, એમડી, પાર્થ પટેલના મતે -

ફંડીગ સરળ બને એ માટે બની શકે છે. અફોર્ડબેલ હાઉસિંગ પર રાહત દરે ફંડીગ મળે તે જરૂરી છે.

રેન્ટલ હાઉસિંગ પર આ બજેટમાં થશે ફોકસ?

આ બજેટમાં રેન્ટલ હાઉસિંગ પર ભાર અપાઇ શકે છે. ભાડાની આવક પર લાગતા ટેક્સ પર રાહત આપવી જોઇએ. વ્યાજદર સતત વધી રહ્યાં છે. પ્રોજેક્ટના સેલ્સ થવામાં સમય લાગી રહ્યો છે. BUના 2 વર્ષ પછી ડીમ રેન્ટલ પર ટેક્સ લાગે છે. અહી 2 વર્ષથી થોડો વધારે સમય અપાવો જોઇએ. 2 થી વધુ ઘરના માલિકને ડીમ રેન્ટલ પર ટેક્સ લાગે છે. અહી ફેરફાર કરવાથી ગ્રાહકો વધુ ઘર ખરીદી શકે છે.

વિવાન ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રેસિડન્ટ, CREDAI અમદાવાદ GIHED, એમડી, તેજશ જોશીના મતે -

આ બજેટ પાસેથી ઘણી બધી આશાઓ છે. હાઉસિંગ ફોર ઓલને ખાસુ મહત્વ અપાયુ છે. ગુજરાત અને દેશ માટે ઇન્ફ્રાનો સારો વિકાસ થયો છે. ગ્રાહક અને ડેવલપર્સ માટે અમુક માંગણીઓ છે. અફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાનો દરજ્જો અપાયેલ છે. પુરા રિયલ એસ્ટેટને ઇન્ફ્રાનો દરજ્જો અપાવો જોઇએ. સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર પર ખાસુ ધ્યાન આપી રહી છે. મેટ્રો સિટી માટે અફોર્ડેબલની વ્યાખ્યા 45 લાખ રૂપિયાથી વધારી 75 લાખ રૂપિયા કરવી જોઇએ. જમીન અને બાંધકામ ખર્ચ ખૂબ જ વધી ગયો છે. 1 રૂપિયાથી 1.5 કરોડ રૂપિયા સુધીના ઘરને અફોર્ડેબલ જેવા લાભ મળવા જોઇએ.

ઘરના ગ્રાહકોને કઇ રાહત મળી શકે?

24B મુજબ વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની રાહત છે તે 5 લાખ રૂપિયા સુધી કરો છો. 80 આઈબીએ મુજબની હાઉસિંગ ફોર ઓલ માટેની રાહતો ચાલુ રાખવામાં આવે છે. ઘરના ગ્રાહકો પર વધતા વ્યાજદરની અસર પડી છે. અફોર્ડેબલ ઘરો માટે વ્યાજદર પર 1 થી 1.5 ટકા રાહત અપાવી જોઇએ.

અમદાવાદના વિકાસ અંગે ચર્ચા

ગુજરાતમાં ઇન્ફ્રાનો વિકાસ ખૂબ સારો થયો છે. જમીન ખરીદીથી RERA નંબર સુધી 1 વર્ષ જેટલો સમય લાગે છે. ફાસ્ટ ટ્રેક અપ્રુવલની ખૂબ જ મોટી જરૂરિયાત છે. મુંબઇ અમદાવાદની કનેક્ટિવિટીનો પણ લાભ વધશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 11, 2023 5:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.