પ્રોપર્ટી ગુરૂ: બજેટે રિયલ એસ્ટેટને આપી ભેટ - property guru biggest gift to real estate | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: બજેટે રિયલ એસ્ટેટને આપી ભેટ

બજેટને 90/100 માર્કસ આપી શકાય છે. જીએસટી ડેવલપર માટે મોટી સમસ્યા છે.

અપડેટેડ 12:19:49 PM Feb 09, 2019 પર
Story continues below Advertisement

બજેટને 90/100 માર્કસ આપી શકાય છે. જીએસટી ડેવલપર માટે મોટી સમસ્યા છે. બાંધકામ હેઠળની પ્રોપર્ટી 12 ટકા જીએસટી લાગતો હોવાથી વેચાતા નથી. ઓસી બાદ જીએસટી લાગતો નથી. માત્ર ઓસી બાદ જ વેચાણ થતુ હોય છે. પ્રોપર્ટી પર જીએસટી 5 ટકા કરવાની માંગ છે. પ્રોપર્ટી પર 5 ટકા જીએસટી બાંધકામ હેઠળ કે ઓસી પછી દરેકને લાગી શકે છે. સેક્શન 80IB પ્રમાણે અફોર્ડેબલ હાઉસિંગ પર ડેવલપરને ટેક્સ લાગતો નથી. આ લાભ આ બજેટમાં 1 વર્ષ માટે વધારાયો છે.

31 માર્ચ 2020 સુધી રજીસ્ટર થનારા પ્રોજેક્ટને આ લાભ મળી શકશે. 1 ઘર વેચતા થતા રૂપિયા 2 કરોડ સુધીનાં કેપિટલગેઇન પર ટેક્સ નહી. 01 ઘર વેચી બે ઘર લેવા પર આ લાભ મળી શકશે. આ લાભ તમે જીવનમાં 1 વખત જ લઇ શકો છો. રહેવા માટેનાં બીજા ઘર પર નોશનલ રેન્ટ નહી આપવુ પડશે. આ પ્રોવિઝનના લાભ 1 એપ્રિલ પછી લાગુ થશે. આ બજેટમાં ભાડા પર લાગતા ટેક્સની લિમિટ વધારાઇ છે.

ભાડા ની ટેક્સેબલ ઇનકમ રૂપિયા 1.80 થી વધારી રૂપિયા 2.40 લાખ કરાઇ છે. રૂપિયા 5 લાખ સુધીની વાર્ષિક આવક પર ટેક્સ રિબેટ મળશે. ઓછી આવક ધરાવનારને આનો લાભ મળી શકશે. વિવિધ કપાત પછી રૂપિયા 6.5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી બની શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂપિયા 40,000 થી 50,000 કરાયુ છે. અમુક લોકો નિવૃત્તી બાદ ઘર લેતા હોય છે. ગ્રેચ્યુટીની લિમિટ રૂપિયા 10લાખ થી 20 લાખ કરાઇ છે.

આ રકમ તમે પહેલુ ઘર લેવા કરી શકશો. બજેટમાં થયેલી ઘોષણાઓ કાયદો બની જશે. લોકોને આ રાહત મળવાની જ છે. નવી સરકાર માટે આમા બદલાવ સહેલુ નથી. રૂપિયા 40,000 સુધીની વ્યાજની આવક પર ટીડીએસ નહી લાગે. સિનિયર સિટિઝન માટે આ ઘોષણા લાભદાયી છે. પહેલા આ લિમિટ રૂપિયા 10,000 હતી. આ બજેટ દરમિયાન વિઝન સ્ટેટમેન્ટ દર્શાવાયુ છે. ફિજીકલ અને સોશિયલ ઇન્ફ્રા પર સરકારનું ફોકસ છે. હાલમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થઇ રહ્યો છે.

ઇન્ફ્રાનો વિકાસ થતા શહેરથી દુરનાં ઘર વેચાતા થશે. સોશિયલ ઇન્ફ્રાનાં વિકાસથી જીવનશૈલી સુધરશે. ઇન્ફ્રાના વિકાસથી રિયલ એસ્ટેટનો વિકાસ થશે. રેન્ટલ હાઉસિંગ અંગે પગલા લેવાવા જોઇતા હતા. ભારતમાં 50 ટકા લોકો ભાડેનાં ઘરમાં રહે છે. આરઈઆઈટીએસ અંગે કોઇ વાત થઇ નથી. રેડી રેકનર વેલ્યુ ઘટવી ખૂબ જરૂરી છે. રેડી રેકનર પર બજેટ દરમિયાન ધ્યાન અપાવુ જોઇતુ હતું.


MoneyControl News

MoneyControl News

First Published: Feb 09, 2019 12:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.