પ્રોપર્ટી ગુરુ: મોંઘવારી વધવા છતા ઘરોની માંગ યથાવત - property guru demand for houses remains unchanged despite rising inflation | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: મોંઘવારી વધવા છતા ઘરોની માંગ યથાવત

2 વર્ષ પછી દિવાળી સારી રીતે ઉજવાય છે. ફેસ્ટિવ સિઝનમાં ઘરોની માગ ખૂબ સારી રહી છે.

અપડેટેડ 12:00:23 PM Nov 07, 2022 પર
Story continues below Advertisement

કેવી રહી ફેસ્ટિવ સિઝન?

2 વર્ષ પછી દિવાળી સારી રીતે ઉજવાય છે. ફેસ્ટિવ સિઝનમાં ઘરોની માગ ખૂબ સારી રહી છે. 2 વર્ષમાં લોકોએ ઘરના મહત્વને સમજયુ છે. લોકો ઘરેથી કામ કરવા માટે પણ તૈયાર રહેવા માગે છે. ઘણા લોકો પોતાના ઘરને અપગ્રેડ કરી રહ્યાં છે.

મોંઘવારી વધવા છતા ઘરોની માંગ યથાવત

પાછલા 2 વર્ષમાં લોકોના ખર્ચ ઘટ્યા છે. ગ્રાહકોએ બચત કરી ડાઉનપેમેન્ટની ક્ષમતા વધારી છે. હોમલોન હજી પણ ઘણી સસ્તી છે. રૂપિયો અન્ય કરન્સીની સરખામણીએ હજી મજબૂત છે. ભારતનુ ઇન્ટરનલ કન્ઝપ્શન ઘણુ સારૂ છે. હોમબાયિંગ માટે સેન્ટિમેન્ટ સારા છે અને રહેશે. પ્રોપર્ટી એકસપોની ગ્રાહકોની માંગ વધવાના સંકેતો મળે છે. પાછલા 3-4 મહિનામાં ઘરોની માંગ ઘણી વધી છે. દિવાળીની આસપાસ ઘરોની ખરીદારી વધી છે.

ક્યા સેગ્મેન્ટમાં સૌથી વધુ છે ઘરોની માગ


70 લાખ રૂપિયાની આસપાસના ઘરોની સૌથી વધુ માગ થઈ છે. બેંગ્લોરમાં 2BHKની માગ વધારે છે. મુંબઇમાં 1BHK, 1.5 BHKની માગ વધુ છે. ફસ્ટટાઇમ બાયર 2 BHK ઘર ખરીદી રહ્યાં છે.

કેવી છે વીક એન્ડ હોમ્સની માગ?

કોવિડે જીવન જીવવાની નવી રીત બતાવી છે. વીકએન્ડ હોમ્સની માગ પણ વધી રહી છે. શહેરથી દુર મોટુ ઘર ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઓફિસોમાં હાઇબ્રિડ મોડલ હોવાથી વીકએન્ડ હોમ ટ્રેન્ડમાં છે

કેવી રહેશે ઓફિસ સ્પેસની માગ?

ઓફિસ સ્પેસની માગમાં બૂમ આવી છે. ઓફિસ સ્પેસના રેન્ટલમાં વધારો થઇ રહ્યો છે. ઓફિસ સ્પેસ અને કમર્શિયલ સ્પેસની માગ વધુ રહી છે. બેંગ્લોરમાં ઓફિસ સ્પેસ 100% ઓક્યુપેન્સી પર છે.

IT કંપનીઓ પણ હવે ઓફિસથી વર્ક કરી રહી છે. બેંગ્લોર, પૂનામાં ઓફિસની માગ વધી છે. નવા કમર્શિયલ પ્રોજેક્ટ પણ લોન્ચ થવા શરૂ થયા છે. રિટેલ સેગ્મેન્ટ હંમેશા ધમકતુ રહે છે. સારી જગ્યા પરની દુકાનો તરત ભાડા પર જાય છે. નાની દુકાનો અને ઓફિસની માગ વધી રહી છે.

રિયલ એસ્ટેટની માગ ખૂબ ઝડપથી વધી રહી છે. ઘરોની, દુકાનોની માગ ખૂબ વધી છે. માગ સામે સપ્લાય ઘટતી જોવા મળી હતી. હવે નવા પ્રોજક્ટ શરૂ થઇ રહ્યા છે. આવનારા વર્ષમાં પ્રોપર્ટીની માગ ખૂબ સારી રહેશે. ભારતના અર્થતંત્રનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. આવનારા 10 વર્ષ રિયલ એસ્ટેટ માટે સારો રહી શકે છે.

ગ્રાહકોએ કિંમતો પર નજર રાખવી જોઇએ. તહેવારો પર ગ્રાહકોને આકર્ષવા માટે ઓફર અપાતી હોય છે. હોમલોન ઉપર પણ દિવાળી દરમિયાન ઓફર મળી શકે છે. તહેવારો સમયે ઓફર્સનો લાભ મળી શકે છે. RERAને કારણે ગ્રાહકોની ચિંતા ઘણી ઘટી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 05, 2022 5:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.