CBRE સાઉથ એશિયાના એસોસિયેટ ડિરેક્ટર જીગર મોતાનું કહેવુ છે કે આ તહેવારોમાં લોકોએ રિવેન્જ શોપિંગ કરી છે. અફોર્ડેબલ ઘરોના ખૂબ સારા બુકિંગ્સ થયા છે. હાઇએન્ડમાં પણ નવા પ્રોજેક્ટ લોન્ચ થયા હતા. મિડ સેગ્મેન્ટમાં વેચાણ વધુ વધ્યા નથી. અફોર્ડેબલ હાઉસિંગના વેચાણ ઘણા વધ્યા. લક્ઝરી સેગ્મેન્ટને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. બંગલા જેવી સુવિધાવાળા ફ્લેટની માગ. ગેટેટ ક્મ્યુનિટીમાં લક્ઝરી ઘરો વેચાયા.
જીગર મોતાના મતે સાબરમતિ નદીથી અમદાવાદ બે ભાગમાં વહેચાયેલુ છે. પુર્વ અમદાવાદએ જુનુ અમદાવાદ છે. પશ્ચિમ અમદાવાદએ નવુ વિકસિત અમદાવાદ છે. પશ્ચિમ અમદાવાદમાં કોર્પોરેટ આવેલા છે. પશ્ચિમ અમદાવાદમાં મોલ, મલ્ટી પ્લેક્સ આવેલા છે. અમદાવાદનો વિકાસ પશ્ચિમ અમદાવાદમાં વધુ છે. પશ્ચિમ અમદાવાદ કોસ્મો ક્રાઉડનો પસંદનો વિસ્તાર છે. ડેવલપર દ્વારા પશ્ચિમ અમદાવાદમાં વધુ સ્કીમ છે.
કમર્શિયલ રિયલ એસ્ટેટ અંગે ચર્ચા
જીગર મોતાના મુજબ કમર્શિયલ સેગ્મેન્ટમાં માગ નબળી રહી છે. ઓફિસ વર્ક શરૂ થતા કમર્શિયલની માગ પાછી આવશે. ડેવલપર્સ દ્વારા સ્ટોપ ગેપ એરેજમેન્ટ કરી રહ્યા છે. ડેવલપર્સ અનસોલ્ડ ઇન્વેન્ટરીને રેન્ટ કરી રહ્યાં છે. અમદાવાદમાં કો-વર્કિંગ સ્પેસની સ્કીમ મોટા પાયે આવતી દેખાશે. બાંધકામ ખર્ચ વધતા કિંમતો ઘટાડવી અશક્ય છે. કમર્શિયલમાં સપ્લાય માગ કરતા વધુ છે. ડેવલપર લિઝિગ મોડેલ તરફ વળી રહ્યાં છે.
ઘર ખરદતી વખતે કઇ બાબતોનો ખ્યાલ રાખશો?
RERAની વેબસાઇટ પર ધ્યાન રાખવાની બાબતો જણાવાઇ છે. પ્રોજેક્ટ RERA રજીસ્ટર હોવુ ખૂબ જ જરૂરી છે. જાણીતા ડેવલપરના પ્રોજેક્ટમાં રોકાણ કરવુ હિતાવહ છે. ડેવલપરની પ્રોફાઇલ ચેક કરી ઘર ખરીદો. કાર્પેટ એરિયા યોગ્ય રીતે સમજી ઘર ખરીદો. તમને કાર્પેટ એરિયા કેટલો મળશે એ સમજવુ જરૂરી છે. જુના અને નવા ઘરમાં કાર્પેટ એરિયા અલગ મળતો હોય છે. રિસેલના જુના ફ્લેટમાં કદાચ તમને વધુ કાર્પેટ એરિયા મળશે. સારા કન્સલટન્ટની સલાહ લઇ ઘર ખરીદો.
સવાલ: મે 7 વર્ષ પહેલા સાયન રોડ, સુરતના આઉટસ્કર્ટમાં 1000 સ્કેવરફિટનો પ્લોટ 8 લાખમાં લીધો હતો. આ રોકાણમાં 8 વર્ષ સુધી બની રહેવુ જોઇએ સારુ એપ્રિશિયેશન મળી શકે?
જવાબ: જીતેન્દ્ર પ્રજાપતિને સલાહ છે કે ઓલપાડ રોડના એક્સેટેન્સ પરનુ લોકેશન છે. આ વિસ્તારનો ઘણો વિકાસ થઇ રહ્યો છે. આ રોકાણમાં બની રહેવાથી સારૂ એપ્રિશિયેશન મળી શકે.
સવાલ: વૈષ્ણવ દેવી શુ અમદાવાદમાં સર્કલ પર 33000/SqFt કિંમતમાં રોકાણ કરી શકાય?
જવાબ: ધિમંત પટેલને સલાહ છે કે વૈષ્ણવ દેવી સર્કલ પર ₹3300/SqFt ની કિંમત છે. ₹3300/SqFt ની કિંમતમાં વૈષ્ણવ દેવી સર્કલ પર ઘણા વિકલ્પો છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટમાં જ ઘર ખરીદો. RERA રજીસ્ટર ન હોય તેવા પ્રોજેક્ટમાં રોકાણ કરવો નહી. બિલ્ડરના પહેલાના પ્રોજેક્ટ જોઇ થોડી તપાસ કરી લેવી. વૈષ્ણવદેવી સર્કલનુ લોકેશન ઘણુ સારૂ છે.
સવાલ: રાજકોટમાં 3 BHKનુ ઘર લેવુ છે, ક્યા વિસ્તારમાં કેટલુ બજેટ જરૂરી છે.
જવાબ: અમરકાંત શુક્લને સલાહ છે કે અફોર્ડેબલ ઘર માટે માધાપર ચોકડીની આસપાસ વિકલ્પો મળશે. ₹70 લાખની આસપાસ 3BHK માધાપર ચોકડી પર મળી શકે. રિંગરોડ ઉપર તમને લક્ઝરી ઘરના વિકલ્પ મળી શકે.
સવાલ: અમદાવાદમાં ₹40 લાખના બજેટમાં 2 BHK મળી શકે? નોકરી શ્યામલ ચાર રસ્તા નજીક છે તો ક્યા ઘર ખરીદી શકાય?
જવાબ: જતીન પટેલને સલાહ છે કે શ્યામલ ચાર રસ્તાની આસપાસના વિસ્તારમાં તમારા બજેટમાં ઘર મળી શકે. વેજલપુરમાં ₹40 થી ₹45 લાખમાં ઘર મળી શકે. શેલા તરફ તમને સારી એમનિટિઝ સાથેના વિકલ્પો મળશે. ગોતા વિસ્તારમાં પણ તમારા બજેટમાં વિકલ્પો મળી શકશે.