પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટની હાલની સ્થિતી અંગે ચર્ચા - property guru discussion on the current state of real estate | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટની હાલની સ્થિતી અંગે ચર્ચા

રાજન બાંદલેકરના મતે ઇન્ડસ્ટ્રી કોરોનાના ચપેટમાંથી બહાર આવી છે.

અપડેટેડ 01:29:22 PM May 09, 2022 પર
Story continues below Advertisement

રાજન બાંદલેકરના મતે ઇન્ડસ્ટ્રી કોરોનાના ચપેટમાંથી બહાર આવી છે. ઓમિક્રોન વેવથી પણ રિયલ એસ્ટેટ પર માઠી અસર થઇ. સરકારે રિયલ એસ્ટેટને રિવાઇવ કરવામાં મદદ કરી છે. મહારાષ્ટ્ર સરકારનો સપોર્ટ મળી રહ્યો છે. ડેવલપર્સ લોકોને સપનાના ઘર આપે છે. ઇન્ફ્રાસ્ટ્રકચરનુ ડેવલપમેન્ટ રિયલ એસ્ટટે સેક્ટર દ્વારા થાય છે.

ડેવલપર્સને મળવી જોઇએ એવુ સન્માન નથી મળી રહ્યું. RERA બાદ ડેવલપર્સ પર લોકોનો વિશ્ર્વાસ વધ્યો છે. ડેવલપર્સને સન્માન અપાવવુ પહેલુ વિઝન છે. અનસ્કિલ્ડ વર્કરમાંથી સ્કીલ્ડ વર્કર બનાવવા છે. ગ્લોબલ વોર્મિગ હાલ દુનિયા સામેનો પડકાર છે. સસ્ટેનબિલિટી પર ધ્યાન આપીશુ. ગ્રીન બિલ્ડિંગ બનાવવા પર ફોકસ રહેશે.

ગ્રીન બિલ્ડિંગની સાથે ઇલેક્ટ્રીક વ્હીકલ પર પણ ધ્યાન અપાયુ છે. ચાર્જીગ પોઇન્ટ ઉપલબ્ધ ન હોવાથી લોકોને સમસ્યા છે. ટાટા પાવર સોસાયટીમાં ચાર્જીગ પોઇન્ટ લગાડશે. ગ્રાહકો પોતાની સોસાયટીમાંજ EV ચાર્જ કરી શકશે.

રેસિડન્શિયલ કોમ્પલેક્ષમાં અપાશે EV ચાર્જિગ પોઇન્ટ

ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં આવવાથી EV ચાર્જની માગ આવી રહી છે. કોમ્પલેક્ષમાં ચાર્જીગ પોઇન્ટ હોયતો ઘણી સુવિધા છે. નરેડકો દ્વારા EV ચાર્જીગ પોઇન્ટ આપવાની પહેલ કરાઇ છે.

Naredco દ્વારા થયુ રિયલ એસ્ટેટ ફોરમનુ આયોજન

કોરાના કાળ બાદ પહેલી વાર આવી ફોરમનુ આયોજન છે. તમામ ડેવલપર્સ એકમંચ પર ભેગા થયા. મિનિસ્ટર્સ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના મહાનુભવોએ ભાગ લીધો છે. વિવિધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટીયુટએ પણ ભાગ લીધો છે.

કોરાનોકાળ બાદ માર્કેટમાં આવેલા સુધારા અંગે ચર્ચા થઇ. ઘરોના વેચાણ વધ્યા છે પરંતુ બાંધકામ ખર્ચ વધી ગયો છે. સ્ટીલ, સિમેન્ટની કિંમતો ખૂબ વધી છે, તે અંગે ચર્ચા થઇ. રિયલ એસ્ટેટ ફોરમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

સરકાર પાસે રિયલ એસ્ટેટની અપેક્ષા

અફોર્ડેબલ સેગ્મેન્ટને ઇન્ફ્રાનુ સ્ટેટસ મળ્યુ છે. ઇન્ડસ્ટ્રી સ્ટેટસ મળવામાં સમય લાગી શકે છે. RBI દ્વારા અમુક શરતો હળવી કરાય તો પણ રિયલ એસ્ટેટને ફાયદો થશે. ઇન્ડસ્ટ્રીને ઘણા બધા લાભ મળતા હોય છે. ડેવલપર્સને લેન્ડ, FSI વગેરે માટે કોઇ ફાઇનાન્સ મળતો નથી. RERA બાદ ઘણી પારદર્શકતા આવતી દેખાય છે.

શું ઘરોની કિંમત વધશે?

બિલ્ડિંગની રાઇઝ મુજબ કિંમતોમાં ફરક આવે છે. લગભગ ₹400 થી 800/SqFt બાંધકામ ખર્ચ વધ્યો છે. ડેવલપર્સે આ વધારો ગ્રાહકો પર પાસઓન નથી કર્યો. સરકારે GSTને લઇને ડેવલપર્સને રાહત આપવી જોઇએ. ડેવલપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવી જોઇએ.

એપ્રિલ મહિનામાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશન વધ્યા

મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી ત્યારથી તેજી આવી છે. કોરાનાને કારણે ઘરોની માંગ વધી છે. કોરાનાકાળમાં લોકોએ પોતાના ઘરનુ મહત્વ વધ્યુ છે. કોરોના પહેલા યુવાવર્ગ ભાડે રહેવાનુ વધુ પસંદ કરતા હતા. હવે યુવાવર્ગ પણ પોતાનુ ઘર ખરીદવા ઇચ્છે છે. ગ્રાહકો રિયલ એસ્ટેટમાં રોકાણ સુરક્ષિત સમજતા થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 07, 2022 5:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.